રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ગોંડલમાં અગાઉ થયેલી માથાકૂટનો ખાર રાખી પત્નીની નજર સામે પતિ પર ખૂની હુમલો

01:46 PM Mar 16, 2024 IST | Bhumika
Advertisement

રાજકોટ જિલ્લાના ગોંડલ વોરાકોટડા રોડ પર અગાઉ થયેલી માથાકુટનો ખાર રાખી પત્નીની નજર સામે જ પતિ પર બે શખ્સોએ છરી વડે હુમલો કરી પડખામાં ઘા ઝીંકી દેતાં યુવાનને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ બનાવ અંગે પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી હુમલાખોરોની ધરપકડ કરવાના ચક્રોગતિમાન કર્યા છે.આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ, ગોંડલના વોરાકોટડા રોડ પર રહેતા અને છુટક મજુરી કરતાં રાહુલ રાજુભાઈ સોલંકી (ઉ.30) અને તેની પત્ની કુંદનબેન રાહુલ સોલંકી (ઉ.27) ઘરે હતા ત્યારે કિશન ઉર્ફે બટુડી જગદીશભાઈ પટણી અને તેની પત્ની સુન્ની કિશનભાઈ પટણી ઘરે આવી બેફામ ગાળો બોલાવી ઘરની બહાર બોલાવી રાહુલભાઈને પડખાના ભાગે છરીનો ઘા ઝીંકી દઈ હુમલાખોર પતિ પત્ની નાસી છુટયા હતાં.

Advertisement

પોલીસની તપાસમાં જૂનાગઢ શિવરાત્રિના મેળામાં રાહુલ અને તેની પત્ની કુંદનબેન તેમજ હુમલાખોર કિશન અને તેની પત્ની સુન્ની રમકડા વેચવા માટે ગયા હતાં. આ વખતે બન્ને વચ્ચે ઝઘડો થયો હતો. જેનો કાર રાખીને આરોપી દંપતિએ હુમલા કર્યાનું જણાવ્યું છે. આ બનાવ અંગે પોલીસે કુંદનબેનની ફરિયાદ પરથી દંપતિ સામે ગુનો નોંધ્યો હતો.

જસદણમાં કોન્ટ્રાકટર પર છરી વડે હુમલો
જસદણ સહજાનંદ સોસાયટીમાં રહેતા અને બાંધકામનો વ્યવસાય કરતાં કોન્ટ્રાકટર જયેશ લાભુભાઈ માકડીયા (ઉ.38) સવારે ઘર પાસે ગાડીમાં બેસવા જતાં હતાં ત્યારે ઘર પાસે ગાળો બોલતાં શિવરાજભાઈ ખાચર અને ઉદયભાઈ માલાને ગાળો બોલવાની ના પાડતાં બન્ને શખ્સોએ ઉશ્કેરાઈ જઈ કોન્ટ્રાકટર પર છરી વડે હુમલો કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

Tags :
gondalgondal newsgujaratgujarat news
Advertisement
Next Article
Advertisement