For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

દસાડામાં પૈસાની લેતી-દેતી મામલે યુવાન પર ધારિયા-પાઇપથી ખૂની હુમલો

11:51 AM Jul 24, 2024 IST | admin
દસાડામાં પૈસાની લેતી દેતી મામલે યુવાન પર ધારિયા પાઇપથી ખૂની હુમલો

હુમલો કરનાર બંન્ને શખ્સો સામે નોંધાતો ગુનો

Advertisement

દસાડામાં ઉછીના રૂ.ની ઉઘરાણી કરવા જતા યુવાન પર ધારીયા અને લોખંડની પાઇપ વડે ઘાતક હુમલો કર્યો હતો. આ યુવાનને ગંભીર હાલતમાં પ્રાથમિક સારવાર અર્થે દસાડા પોલીસ મથકે લઈ જવાયા બાદ વધુ સારવાર અર્થે વિરમગામ હોસ્પિટલ ખાતે લઈ જવાયો હતો. દસાડાના યુવાને બે શખશો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
દસાડા ગામના જીગ્નેશ નારણભાઇ ચૌહાણે દસાડા ગામના સહેજાદશા સલીમશા દિવાનને બેથી ત્રણ વર્ષ અગાઉ ઉછીના રૂ. આપ્યા હતા. જે પૈકી રૂ. 32,500 લેવાના બાકી હતા. જે અંગે ઉઘરાણી કરવા છતાં એ આપતો નહોતો. આથી જીગ્નેશ નારણભાઇ ચૌહાણ દસાડા બેલીમ હોટલ પાસે ઉભો હતો, ત્યારે એના ફોનમાં સહેજાદશા સલીમશા દિવાનનો ફોન આવ્યો હતો અને જાતિ પ્રત્યે અપમાનિત કરવાની સાથે આજે તને મારવાનો છે એમ કહ્યું હતું.

આથી જીગ્નેશ નારણભાઇ ચૌહાણ પોતાના ઘર તરફ જવા નીકળતા રસ્તામાં કીલાસર પાસે આવેલી આંગણવાડી નજીક દસાડા ગામના સહેજાદશા સલીમશા દિવાન અને એનો મિત્ર યુનુસભાઇ દિવાન હાથમા લોખંડના પાઇપ અને ધારીયા સાથે મોટર સાયકલ પર આવીને જીગ્નેશ ચૌહાણને જાતિ પ્રત્યે અપમાનિત કરવાની સાથે સહેજાદશા સલીમશા દિવાને ધારીયાનો એક ઘા એના માથામાં ઝીંકી દીધો હતો. અને યુનુસભાઇ દિવાન લોખંડના પાઇપ સાથે એના પર તૂટી પડ્યો હતો.

Advertisement

બાદમાં લોકો વચ્ચે પડતા એ બંને જાનથી મારી નાખવાની ધમકી આપી ત્યાંથી નાશી છૂટ્યા હતા. બાદમાં જીગ્નેશ નારણભાઇ ચૌહાણને ગંભીર હાલતમાં પ્રાથમિક સારવાર અર્થે દસાડા પોલીસ મથકે લઈ જવાયા બાદ વધુ સારવાર અર્થે વિરમગામ હોસ્પિટલ ખાતે લઈ જવાયો હતો. બાદમાં ઈજાગ્રસ્ત જીગ્નેશ નારણભાઇ ચૌહાણના ભાઈ મેહુલ નારણભાઇ ચૌહાણે દસાડા ગામના સહેજાદશા સલીમશા દિવાન અને યુનુસભાઇ દિવાન વિરુદ્ધ દસાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા આ કેસની વધુ તપાસ દસાડા પીએસઆઇ વી.આઈ.ખડીયા ચલાવી રહ્યા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement