રોડ-શોના રૂટનું નિરીક્ષણ કરતું મહાનગરપાલિકા તંત્ર
વડાપ્રધાનને આવકારવા તડામાર તૈયારીઓ: મેયર-મ્યુનિ. કમિશનર, ભાજપ હોદ્દેદારો દ્વારા વાર્તાલાપ
આગામી તા.25/02/2024ના રોજ વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ તથા ખાતર્મુહુત પ્રસંગે રાજકોટ ખાતે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી ઉપસ્થિત રહેવાના છે જે અંતર્ગત પ્રધાનમંત્રીને ઉષ્માભેર આવકારવા અને સ્વાગત કરવા જુના ઍરપોર્ટથી સભા સ્થળ રેસકોર્ષ સુધીના રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રોડ શોનું આયોજન કરવામાં આવેલ છે. જેના અનુસંધાને આજે તા.20/02/2024ના રોજ જુના એરપોર્ટ ખાતે મેયર સહિતના પદાધિકારીઓ, સંગઠનના હોદ્દેદારો અને અધિકારીઓએ સ્થળનું નિરીક્ષણ કરી સમગ્ર આયોજન અંગે પરામર્શ કર્યો હતો.
આ તકે મેયર નયનાબેન પેઢડિયા, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા, શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલિયા, ડો. માધવ દવે, વિરેન્દ્રસિંહ ઝાલા, નાયબ મ્યુનિસિપલ કમિશનર ચેતન નંદાણી, હર્ષદ પટેલ અને મહાનગરપાલિકાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ઉપસ્થિત પદાધિકારીઓ, સંગઠનના હોદ્દેદારો અને અધિકારીઓએ રોડ શોના રૂૂટમાં બનાવવામાં આવનાર સ્ટેજ સહિતના આયોજન અંગે ચર્ચા કરી હતી તેમજ રૂૂટ પર જરૂૂરિયાત મુજબ જરૂૂરી સમારકામ, રૂૂટની સંપૂર્ણ સફાઈ, બેરીકેટિંગ, જુદી જુદી સંસ્થાઓના નાના-મોટા સ્ટેજ, ડેકોરેશન, સાઉન્ડ અન્ય લગત વ્યવસ્થા અંગે ગહન ચર્ચા વિચારણા કરવામાં આવી હતી તેમજ સંબંધિત અધિકારીઓ અને એજન્સીના પ્રતિનિધિને સૂચના આપવામાં આવી હતી.