રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ગળા પકડાઈ જાય તેવી 42,450 નંગ પેપ્સી પકડાઈ

05:20 PM Mar 21, 2024 IST | Bhumika
Advertisement

 

Advertisement

ઉનાળાની શરૂઆત થઈ રહી છે તે પહેલા જ ઠંડાપીણા કોલ્ડ્રીંક્સની માંગમાં વધારો થવા માડ્યો છે. ઉનાળાની માંગને પહોંચી વળવા લેભાગુ ઉત્પાદકો અત્યારથી પ્રોડક્શન ચાલુ કરીને સેક્રીનયુક્ત ઠંડાપીણા બનાવવા માડ્યા છે. આજે આવા જ એક કારખાનામાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દદ્વારા રેડ કરાવમાં આવી હતી અને કોઈપણ પ્રકારના માર્કા કે ઉત્પાદકનું નામ કે એક્સપાયરી ડેટ વિગતો વગરનો જથ્થો પકડી પાડ્યો હતો. અને આ જથ્થામાં સેક્રીનનો વપરાસ કરતા હોવાનું માલુમ પડતા આરએમસી દ્વારા સ્થળ પર જ જથ્થાનો નાશ કરાયો હતો. આ ઉપરાંત પેઢીમાં પેકીંગમાં વપરાતા પ્લાસ્ટીક પાઉચમાં પણ નોનફૂડ ગ્રેડ પ્લાસ્ટિક વપરાતું હતું અને પેકીંગમાં પણ કોઈ અન્ય જગ્યાનો એક્સપાયર થયેલ ફૂડ લાયસન્સ છાપીને ભેળસેળ વાળા ઠંડા પીણાનું ઉત્પાદન કરાતુ હતું.
આ અંગે જાણવા મળતી વિગત પ્રમાણે દિનદયાલ ઇન્ડ. એરીયા, શેરી નં. 8 કોર્નર, તુર્કી બાપુની દરગાહ પાછળ, આજી ડેમ ચોકડી પાસે, રાજકોટ મુકામે આવેલ ઉત્પાદક પેઢી આબાદ ગૃહ ઉદ્યોગની સ્થળ તપાસ કરવામાં આવેલ. સદરહુ પેઢીમાં વિવિધ પ્રકારના કાર્બોનેટેડ/નોનકાર્બોનેટેડ બેવેરેજીસ તથા પ્લાસ્ટિક પાઉચ પેકડમાં પેપ્સીનું ઉત્પાદન કરી વેચાણ કરતાં હોવાનું માલૂમ પડેલ, તપાસ કરતાં પેઢીમાં પેપ્સી પાઉચ પેક્ડમાં ભરેલ લિક્વિડના ઉત્પાદનમાં સેકેરીન નો વપરાશમાં કરતાં હોવાનું માલૂમ પડેલ તથા તપાસ કરતાં પેઢીમાં ઉત્પાદન કરેલ બેવેરેજીસના પેકિંગ તપાસતા તેમાં લગાવેલ લેબલ પર અન્ય જગ્યાનો મેળવેલ એક્સપાયરી થયેલ ફૂડ લાયસન્સ નંબર છાપેલ હોવાનું માલૂમ પડેલ. પેઢીમાં ઉપયોગમાં લેવાતા પ્લાસ્ટિક પાઉચ પેક્ડ નોન ફૂડગ્રેડ પ્લાસ્ટિક હોવાનું માલૂમ પડેલ તેમજ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-2006 અન્વયે ન્યુટિશનલ ઇન્ફોર્મેશન, ઇનગ્રેડિયંટ્સ, ઉત્પાદન -એકપાયરી ડેટ કે ઉત્પાદક અંગેની કોઈપણ વિગતો છાપેલ ન હોવાનું માલૂમ પડેલ સદરહુ પેઢીમાં પડતર તેમજ ઉત્પાદન અંગેની કોઈ પણ વિગત દર્શાવ્યા વગરના બ્લૂ બેરી ફ્લેવર -4800 નંગ, પિસ્તા ફ્લેવર -1500 નંગ, મેંગો ફ્લેવર-7200 નંગ, ઓરેન્જ ફ્લેવર-7200 નંગ, ગુલાબ ફ્લેવર-4560 નંગ, કાચી કેરી ફ્લેવર-4560 નંગ, કાલા ખટ્ટા ફ્લેવર-3840 નંગ, લિમ્કા ફ્લેવર-4800 નંગ, જીરા મસાલા ફ્લેવર -5280 નંગ, મેંગો ફ્લેવર - 2250 નંગ, ઓરેન્જ ફ્લેવર -1000 નંગ, તથા જીરા મસાલા ફ્લેવર -2750 નંગ નો કુલ મળીને અંદાજીત 2250 લિટર જથ્થો નાશ કરવા યોગ્ય હોય જે પેઢીના ફૂડ બિઝનેશ ઓપરેટર -ઈસ્માઇલભાઈ ગફારભાઈ લાખાણીએ સ્વીકારેલ. જે સમગ્ર અખાધ્ય જથ્થો માનવ આહાર માટે ફરીથી બજારમાં વેચાણ ન થાય તેથી જાહેર આરોગ્યના હિતાર્થે જઠખ વિભાગના વાહનને સ્થળ પર બોલાવી નાશ કરવામાં આવેલ.

આબાદ ગૃહઉદ્યોગના નામે ફૂડલાયસન્સ વગર જ ઠંડાપીણા બનાવવાનું કારખાનું ધમધમતું હતું
મનપાના ફૂડ વિભાગ દ્વારા આજે પાડવામાં આવેલા દરોડામાં ચોકાવનારી વિગતો બહાર આવી હતી. પેઢીમાં બનાવવામાં આવતા ઠંડાપીણાના પેકીંગ ચેક કરતા તેમા લાગેલ લેબલ પર કોઈ અન્ય પેઢીનો એક્સપાયરી થયેલ ફૂડ લાયસન્સનો નંબર હતો. આ એક્સપાયરી થયેલ કોઈ અન્ય પાર્ટીના ફૂડલાયસન્સનો નંબર પોતે પેકીંગમાં વાપરીને બેરોકટોક ઠંડાપીણા બનાવામાં આવતા હતા તેથી ગ્રાહકોને પણ પહેલીનજરે એમ જ લાગે કે એફએસએસઆઈ મારકા ધરાવતા કારખાનામાં બનાવવામાં આવે છે. આ ઉપરાંત પેઢીમાં ખાદ્યસામગ્રી બનતી હોવા છતાં હાઈજેનીક ક્ધડીશન ખુબ જ ખરાબ હાલતમાં હોય તે બાબતે પણ મનપાએ નોટીસ આપી હતી. આ કારખાનાના માલીક ઈસ્માઈલભાઈ ગફ્ફારભાઈ લાખાણીએ સ્થળ પર જ સ્વીકારેલ કે, આવો જથ્થો માનવઆહાર માટે નથી તેમ છતાં વેચાણ કરાતું હતું.

Tags :
gujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement