For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભારતીય નાગરિકતા ન હોવાના કારણે માતાને બાળકની કસ્ટડીથી વંચિત રાખી શકાય નહીં

05:31 PM Feb 24, 2024 IST | Bhumika
ભારતીય નાગરિકતા ન હોવાના કારણે માતાને બાળકની કસ્ટડીથી વંચિત રાખી શકાય નહીં

હાઈકોર્ટના માનવીય અભિગમના પરિણામસ્વરૂપ ત્રણ વર્ષે માતા અને પુત્રીનું મિલન શક્ય બન્યું છે. છેલ્લા ત્રણ વર્ષથી પુત્રીની કસ્ટડી સાસુ અને નાંદે લઈ લીપી હોવાથી આ મામલે કાનૂની જંગ લડી રહેલી માતાએ આખરે રાહત મળી છે. જેમાં હાઇકોર્ટના જસ્ટિસ ઇલેશ જે. વોરાએ નીચલી કોર્ટના આદેશના અમલીકરણ સામે સાસુ અને નણંદે મેળવેલા વચગાળાના સ્ટેને દૂર કર્યો છે અને બે દિવસમાં પુત્રીની કસ્ટડી માતાને સોંપવાનો હુકમ કર્યો છે. જસ્ટિસ વોરાએ એવું મર્મસ્પર્શી અવલોકન કર્યું છે કે, માત્ર ભારતીય નાગરિકતા નથી એવા કારણથી માતાને પુત્રીની કસ્ટડીથી વંચિત રાખી શકાય નહીં. આ મામલે માતા તસનીમ હબીબ પ્રેસવાલાનો કેસ એડવોકેટ હિતેશ ગુપ્તા અને એડવોકેટ નયન ગુપ્તાએ હાઈકોર્ટમાં રજૂ કરતાં દલીલ કરી હતી કે, ’અરજદાર પુત્રીની કુદરતી માતા છે અને પ્રતિવાદીઓ(સાસુ અને નણંદ)એ પુત્રીને ગેરકાયદે રીતે કસ્ટડીમાં લઈ ગોંધી રાખી છે. કોઈ પણ કાયદો માતાની હયાતીમાં ત્રણ વર્ષની બાળકીને તેનાથી દૂર રાખવાની મંજૂરી આપતો નથી. આ વિવાદમાં ટ્રાયલ કોર્ટ અને રિવિઝન કોર્ટે પુત્રીના કલ્યાણને સર્વોપરિ રાખતાં તેની કસ્ટડી માતાને સોંપવાનો આદેશ કર્યો હતો, પરંતુ તેની સામે સાસુ અને નણંદે વચગાળાના સ્ટે મેળવી લેતાં કોર્ટના આદેશનો લાભ માતાને મળ્યો નથી.’ આ રજૂઆતનો પ્રતિવાદી સાસુ અને નણંદ તરફથી ઉપસ્થિત એડવોકેટ્સ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને એવી દલીલ કરવામાં આવી હતી કે, ’વૈવાહિત અણબનાવને પગલે અરજદાર મહિલાના પતિએ આપવાત કર્યો હતો અને ત્યારબાદ તે બાળકી અને ઘરને છોડીને જતી રહી હતી. પ્રતિવાદીઓએ બાળકીની ગેરકાયદે કસ્ટડી લીધી નથી અને ઊલટાનું માતાની ગેરહાજરીમાં તેનો ઉછેર કર્યો છે. તે સિવાય કાયદાકીય રીતે પણ આ અરજી ટકી શકે નહીં.’

Advertisement

હાઈકોર્ટે એમ પણ નોંધ્યું છે કે, ‘પ્રથમદર્શી રીતે જણાય છે કે પ્રતિવાદીઓને અરજદારની મરજી વિરૂૂદ્ધ પુત્રીની કસ્ટડી લઇ લેવાનો કોઈ હક નથી. પક્ષકારોને મુસ્લિમ પર્સનલ લો પણ લાગુ પડે છે અને આ કાયદો પણ માતાને પુત્રીની કસ્ટડીનો અધિકાર આપે છે. આ સંજોગોમાં પુત્રીની કુમળી વય ધ્યાનમાં લેતાં તેની કસ્ટડી માતાને સોંપવાથી માત્ર એ કારણે ઈનકાર કરી શકાય નહીં કે તે ભારતીય નાગરિકતા ધરાવતી નથી. રેકર્ડ પર આવ્યું છે કે, તેની પાસે લોંગ ટર્મ વીઝા છે અને છેલ્લા 38 વર્ષથી ભારતમાં છે. તેથી પુત્રીનું હિત અને કલ્યાણ ધ્યાનમાં લેતાં માતાને તેની કસ્ટડી બે દિવસમાં સોંપવામાં આવે.’

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement