For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મુંબઈથી બાય પ્લેન ગુજરાત ચોરી કરવા આવતો ‘મોડર્ન ચોર’ ઝડપાયો

04:53 PM Feb 26, 2024 IST | Bhumika
મુંબઈથી બાય પ્લેન ગુજરાત ચોરી કરવા આવતો ‘મોડર્ન ચોર’ ઝડપાયો
  • શાહપુરના બંગલામાંથી રૂૂ.38.15 લાખની મતાની ચોરી કરી,સાબરમતી નદીના કોતરોના જંગલ વિસ્તારમાં ઝાડી-ઝાંખરમાં ખાડો ખોદી દાટી દીધી હતી

ગાંધીનગર તાલુકાના શાહપુર વિસ્તારમાં આવેલા વિધાતા બંગ્લોઝ નંબર-909 ખાતે 22 દિવસ પહેલા ચોરીની ઘટના બની હતી. 38.15 લાખની માતબર રકમની ચોરીને પગલે પોલીસ દોડતી થઈ ગઈ હતી. રેન્જ આઈજી વિરેન્દ્રસિંહ યાદવ અને એસપી રવિતેજા વાસમસેટ્ટી દ્વારા એલસીબી પીઆઈ ડી.બી. વાળાએ તપાસનો ધમધમાટ ચલાવવા આદેશ કર્યો હતો.જેને પગલે અલગ-અલગ ટીમો દ્વારા સીસીટીવી ફૂટેજ અને ટેક્નિકલ અને હ્યુમન સોર્સ સર્વેલન્સના આધારે તપાસ શરૂૂ કરી હતી. જેમાં મુંબઈના ચેતન માનીકરાવ થુલકરનું (રહે-જમશેદજી ટાટા રોડ) નામ સામે આવ્યું હતું. જેના આધારે એલસીબી-1 ટીમ મુંબઈ પહોંચી હતી,જ્યાં ગાવદેવી પોલીસ સ્ટેશનથી આરોપીનો ગુનાહિત ઈતિહાસ કઢાવતા તે રીઢો ગુનેગાર હોવાનો ખુલાસો થયો હતો.

Advertisement

આરોપી મહારાષ્ટ્રના વર્ધામાં હોવાની ચોક્કસ બાતમીના આધારે પોલીસે ત્યાં પહોંચીને તેને દબોચી લીધો હતો.15 ફેબ્રુઆરીના રોજ આરોપીને ઝડપીને કોર્ટમાં રજૂ કરવામાં આવતા 10 દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા.તેમાં શાહપુરમાં ચોરીની કબૂલાતમાં તેણે ખુલાસો કર્યો હતો કે ચોરીના થોડા દિવસો પહેલાં આરોપીએ વિધાતા બંગ્લોઝમાં રેકી કરી હતી. ચોરીને અંજામ આપ્યા બાદ તે મહારાષ્ટ્ર જતાં રસ્તામાં પકડાઈ ન જાય તે માટે રોકડ અને દાગીના બેગમાં ભરીને સાબરમતી નદીના કોતરોમાં જંગલ વિસ્તારમાં ઝાડી-ઝાંખરમાં ખાડો કરીને દાટી દીધા હતા.જે મુદ્દામાલ પોલીસે આરોપીના રિમાન્ડ દરમિયાન રિકવર કર્યો છે. આરોપી પાસેથી પોલીસે કુલ 83.10 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના, 15.87 લાખ રોકડા અને 5 હજારનો ફોન મળી કુલ 99.53 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.આરોપી બાય પ્લેન ગુજરાત આવી મોટા શહેરોમાં મોંઘી હોટેલમાં રોકાતો હતો.

Advertisement

બંગલામાં જવા ઊંચી દીવાલો બાધારૂપ હોય, જંગલોમાંથી લાકડા કાપી સીડી તૈયાર કરી

શાહપુર વિધાતા બંગલોની ફરતે ઉંચી દિવાલ છે, જેને પાર કરવા આરોપીએ જાતે સીડી બનાવી હતી. નજીકમાં નદી વિસ્તારના જંગલોમાંથી લાકડા કાપી સીડી તૈયાર કરીને તેનો ઉપયોગ કર્યો હતો, જે સીડી પણ પોલીસે કબ્જે લીધી હતી. આરોપી મોટા બંગલો અને ફાર્મહાઉસને ટાર્ગેટ કરી તેની ઘણા દિવસો સુધી રેકી કરતો હતો. કોઈ હાજર ન હોય તેવા રાત્રીના સમયે તેમજ દિવસે બારી તોડી પ્રવેશ કરી ચોરીને અંજામ આપતો હતો. આરોપી મુંબઈ તેમજ અલગ-અલગ જગ્યાએ ફાઈવ સ્ટાર હોટલેમાં રહેતો અને મોંઘા સલુનોમાં પોતાના ચહેરા તેમજ વાળની ટ્રીટમેન્ટ કરાવતો હોવાનું તથા વૈભવી લાઈફ સ્ટાઈલ જીવતો હતો.

Advertisement
Tags :
Advertisement
Advertisement