ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

પ્રેમીની દુષ્કર્મના ગુનામાં ધરપકડ થતા સગીરાએ આપઘાત કરી લીધો

12:23 PM Oct 18, 2024 IST | admin
featuredImage featuredImage
Advertisement

પ્રેમીકાએ ટ્રેન હેઠળ ઝંપલાવી જીવ ટૂંકાવી લેતા અરેરાટી

Advertisement

જામનગરમાં એક સગીરાના પ્રેમ પ્રકરણનો કરુણ અંજામ આવ્યા છે. પ્રેમિકા તેના પ્રેમી સાથે ભાગી છુટ્યા પછી પોલીસે પકડી પાડ્યા હતા, અને પ્રેમીને પોકસો એકટ હેઠળ અટકાયતમાં લઈ જેલમાં ધકેલી દીધો હતો, દરમિયાન પાછળથી સગીર પ્રેમિકાએ ટ્રેન હેઠળ પડતું મૂકી દઈ આત્મહત્યા કરી લીધી છે, અને પ્રેમ પ્રકરણનો કરુણ અંજામ આવ્યો છે. જે સમગ્ર મામલે પોલીસ તપાસ ચલાવે છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગર નજીક કનસુમરા ના પાટીયા પાસે રહેતા દેવશીભાઈ જેઠાભાઇ ચીરોડીયા ની 17 વર્ષની પુત્રી કે જે બારમા ધોરણમાં અભ્યાસ કરે છે, જેણે ગઈકાલે સાંઢીયા પૂલ નજીક ની રેલવે લાઇન પર ટ્રેન હેઠળ પડતું મૂકી દઈ આત્મહત્યા કરી લીધી હતી.

આ બનાવ અંગેની જાણ થતાં પંચકોશી બી. ડિવિઝનના એ. એસ. આઈ. મહિપાલસિંહ જાડેજા તેમના સ્ટાફ સાથે બનાવના સ્થળે દોડી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસે મૃતક ના પિતા દેવશીભાઈ ચીરોડિયા નું નિવેદન નોંધ્યું હતું, અને પુત્રી ના પ્રેમ પ્રકરણ ના કારણે આ બનાવ બન્યો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આજથી ત્રણ માસ પહેલાં ભોગ બનનાર સગીરા કે જે પોતાના પ્રેમી સાગર ચંદુભાઈ ગોહિલ સાથે ભાગી ગઈ હતી. દરમિયાન સગીરાના પિતા દ્વારા પોતાની પુત્રીના અપહરણ અંગેની ફરિયાદ નોંધાવી હતી.

આથી સી.ટી..સી ડિવિઝન પોલીસે પોકસો એક્ટ સહિતની જુદી જુદી કલમમાં હેઠળ ગુનો નોંધી સાગર ચંદુભાઈ ગોહિલને પકડી લીધો હતો, અને તેને જેલ હવાલે કર્યો હતો. જયારે સગીરા તેના માતા પિતાને ઘેર ગઈ હતી.
દરમિયાન પોતાના પ્રેમ પ્રકરણ કરુણનો અંજામ લાવી દેવાના ભાગરૂૂપે તેણે ટ્રેન હેઠળ પડતું મૂકી દીધું હતું જે મામલામાં પોલીસ ઊંડાણપૂર્વકની તપાસ ચલાવી રહી છે.

Tags :
after being arrested for the crimegujaratgujarat newsjamnaagrnewsminor committed suicide
Advertisement
Advertisement