રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

વાંકાનેર પંથકમાંથી સગીરાનું અપહરણ કરનાર અમરેલીમાંથી પકડાયો

12:14 PM Jul 23, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

પોલીસે અપહરણ-પોકસો ગુનામાં કરી ધરપકડ


વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલ સગીરાના અપહરણ તથા પોક્સોના ગુનામાં ફરાર આરોપી તથા ભોગ બનનાર સગીરાને અમરેલી ખાતેથી શોધી કાઢી સગીરાને તેના પરિવાર તથા આરોપીને વાંકાનેર સીપીઆઇ કચેરી ખાતે શોપી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર વિસ્તારમાં રહેતી એક સગીરાને આરોપી રાહુલ ખીમાભાઈ સરવૈયા (ઉ.વ. 18, રહે. શેખરડી, તા. વાંકાનેર) ગત તા. 28/06/24 ના રોજ લલચાવી ફોસલાવી લગ્ન કરવાના ઇરાદે અપહરણ કરી ભગાડી ગયો હોય, જે બનાવમાં વાંકાનેર તાલુકા પોલીસે તપાસ ચલાવી ચોક્કસ ખાનગી બાતમીને આધારે આરોપી તથા ભોગ બનનાર સગીરાને અમરેલી ખાતેથી શોધી કાઢયા હતા. વાંકાનેર તાલુકા પોલીસ ટીમની આ કામગીરીમાં પીએસઆઇ એલ. એ. ભરગા, હેડ કો. ક્રિપાલસિંહ ચાવડા, કો. સંજયસિંહ જાડેજા, વિજયભાઈ ડાંગર, દિનેશભાઇ લોખીલ, રવીભાઈ કલોત્રા, અજયસિંહ ઝાલા સહિતના જોડાયા હતા…

Tags :
crimegujaratgujarat newsWankanerWankaner news
Advertisement
Next Article
Advertisement