ઉનામાં તેલમાં ભેળસેળ કરી વેંચાણ કરતી મિનિ ફેકટરી ઝડપાઇ
ઊના શહેર નાં દેલવાડા રોડ પર આવેલા નગરપાલિકા ટાઉનહોલ પાછળ નાં ભાગે લુજ તેલ મંગાવી તેમાં ભેળસેળ કરી લોકો નાં આરોગ્ય સાથે ચેડાં કરતી કેમીકલ ભેળસેળ કરી અંલગ અંલગ કંપનીઓ નામે ખાલી ડબ્બા અને પ્લાસ્ટીક પાઊચ બોટલ ખોખાં માં લેબલ મારી ડુપ્લીકેટ તેલ માર્કેટ માં વેપારીને સપ્લાય કરવા તેમજ છુટક વેપાર ધંધા કરતાં લોકો ને વેચાણ કરાતું હોવાની ચોક્કસ બાતમી જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજા ને મળતાં ઉના પ્રાન્ત અધિકારી તેમજ મામલતદાર ને જાણ કરતાં તાત્કાલિક પુરવઠા વિભાગ નો મોટો કાફલો ઘટનાસ્થળે ત્રાટકી ને લુજ તેલ ભરેલ ટાંકા અને તૈયાર કરેલ તેલ નાં ડબ્બા , પ્લાસ્ટિક બોટલ પાઉચ પેકીગ ચોંટાડવા નાં છપાયેલાં પ્રિન્ટ પોસ્ટર તેમજ તૈયાર પ્રિન્ટ થયેલાં કાર્ટુન મશીનરી કોમ્પ્યુટર ફર્નિચર સહિત 32 લાખ થી વધું રકમ નો મુદ્દામાલ જપ્ત કરી સીજ કર્યો હોવાની વિગતો બહાર આવી છે આ તેલ ઓર્ગેનિક હોવાનું કહી લોકો સાથે છેતરપિંડી કરાતી હોવાની તંત્ર પાસે વિગતો મળી હતી.
ઊના શહેર તાલુકા નાં ગ્રામ્ય વિસ્તારોમાં મોટાં પાયે તેલ,ધી,માખણ,દુધ, અને મસાલા સહિત ની ખાધ્ય ચિજ વસ્તુ માં ભેળસેળ કરીને સસ્તા ભાવે માર્કેટમાં વેચાણ કરતાં કુખ્યાત બની ચુકેલા ખાલપડા બધું ઓ દ્વારા લોકો નાં આરોગ્ય સાથે ચેડાં કરવામાં આવતા હોવા છતાંય તંત્ર દ્વારા કોઈ પ્રકારની કાર્યવાહી નહીં થતી હોવાનાં કારણે લોકો ને ગંભીર બિમારી નો શિકાર બનવું પડેછે આવી તમામ ગેરકાનૂની પ્રવૃત્તિ કરનારાં માથાંઓ રાજકિય છત્રછાયા હેઠળ બે ફામ બની રહ્યા છે ત્યારે ઉના નાં દેલવાડા રોડ ઉપર આવેલાં નગરપાલિકા ટાઉનહોલ ની પાછળ નાં ભાગે અમરીશ ખાલપડા નામનાં લુહાણા શખ્શ નાં રહેણાંકી મકાન પાસે એક ગોડાઉન બનાવી તેમાં તેલ બનાવવા ની ફેક્ટરી ઊભી કરીને ત્યાં અમરેલી તેમજ અન્ય જિલ્લા માંથી લુજ તેલ મંગાવી તેમાં ભેળસેળ કરીને અલંગ અલંગ કંપની નાં સિમ્બોલ મારી ને બેજ નંબર ઉત્પાદન તારીખ, સ્થળ વીટામીન કોનટેટિ તેમજ કેલેરી સહિત નાં ખાદ્ય પદાર્થો એક્ટ નાં નિયમોનું પાલન કર્યા વગર મોટાં પાયે તેલનો જથ્થો બનાવટી બનાવી કોઈ પ્રકાર નાં વેચાણ જથ્થા નાં હિસાબ કિતાબ રાખ્યા વગર ઓર્ગેનિક બતાવી ને વેચાણ કરતો હોવાની રેઈડ દરમ્યાન વિગતો બહાર આવતાં ઊના નાયબ કલેકટર ચિરાગ હિરવાણીયા તેમજ મામલતદાર ડી કે ભીમાણી સહિત નાં પુરવઠા વિભાગ નો સ્ટાફ પણ ચોંકી ઊઠ્યો હતો આ બોગસ તેલ મીલમાંથી અન અધિકૃત રીતે રાખેલ અંદાજીત 27 લાખ નું તેલ તેમજ તેલ સ્ટોક નો 3 લાખ ની કિંમત નો ટાંકો 1.50 લાખનાં સ્ટીકર લગાડ્યા વગર નાં ખાલી ડબ્બા પ્લાસ્ટીક પાઊચ બોટલ પ્રિન્ટ પુઠા બડલ તેમજ અંલગ અંલગ કંપનીઓ નામે છપાવેલા સટિકર સહિત નો અંદાજીત 32 લાખ જેટલી મોટી રકમનો મુદ્દામાલ કબજે કરીને સીજ સ્થળ પર કર્યો હતો.
27 લાખ નું તેલ 3.લાખ નો તેલ નો જથ્થો ભરવા માટે નો ટાંકો અને તેલ ના ખાલી ડબ્બા 1000 થી વધુ તેલ ના ડબ્બા પેક કરવાનું મશીન તેલ ના ડબ્બા પર લગાવવાના સીલ 500 જેટલા સહિત 1.5 લાખ નો મુદામાલ તેમજ કોમ્પ્યુટર ફર્નિચર મોટર પાઈપલાઈન સહિત 32 .50 લાખ નો શંકાસ્પદ મુદામાલ સીઝ કર્યો હતો અને ગોડાઉન ને પણ સીલ કરી દેવાયું હતું પ્રાંત અધિકારી ચિરાગ હિરવાણીયા ઉના મામલતદાર ડી કે ભીમાણી પુરવઠા નાયબ મામલતદાર તેમજ ગીરગઢડા મામલતદાર સહિત પ્રાંત અધિકારી ઉના ગીરગઢડા મામલતદાર ઓફિસ નો સ્ટાફ સાંજ ના 7 વાગ્યા થી રાત્રીના 11 વાગ્યા સુધી આ તેલ મીલ નાં અંદર ઝડપાયેલ મુદામાલ ગણતરી કરીને કાર્યવાહી કરી હતી 5 કલાક થી વધુ સમય સુધી રેઈડ ની કામગીરી ચાલી હતી.