રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ખંભાળિયાના વિરમદળ ગામે કૂવામાં પડી જતા પરપ્રાંતીય યુવાનનું મોત

11:53 AM Jul 03, 2024 IST | admin
Advertisement

ખંભાળિયા તાલુકાના નવા વિરમદળ ગામના વાડી વિસ્તારમાં મંગળવારે સાંજે એક પરપ્રાંતિય યુવાન અકસ્માતે કુવામાં પડી ગયો હોવા અંગેની જાણ સ્થાનિક રહીશ અજયભાઈ ગાગીયા દ્વારા ફાયર વિભાગને કરવામાં આવતા આના અનુસંધાને જિલ્લા ફાયર અધિકારી મિતરાજસિંહ પરમારની સૂચના મુજબ ફાયર વિભાગના શિવરાજસિંહ ઝાલા, જયપાલસિંહ જાડેજા તેમજ અન્ય સ્ટાફ તાકીદે નવા વિરમદળ ગામે દોડી ગયો હતો.

Advertisement

અહીંના હમીરભાઈ નામના એક આસામી વાડીમાં રહેલા પાણી ભરેલા ઊંડા અને ખુલ્લા કૂવામાં નહાવા પડેલા મૂળ મધ્યપ્રદેશના વતની કૈલાશ લાલસિંગ અલાવા નામના આશરે 30 વર્ષના આદિવાસી યુવાનના મૃતદેહને ફાયરના જવાનો દ્વારા બહાર કાઢવામાં આવ્યો હતો. આ બનાવની જાણ સંજયભાઈ જામસીંહ આદિવાસી (રહે. મધ્યપ્રદેશ)એ ખંભાળિયા પોલીસને કરી છે.મૃતદેહના પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી હતી.

Tags :
deathfalling into a wellgujaratgujarat newsKhambhaliyaKhambhaliya newsmigrant youth died
Advertisement
Next Article
Advertisement