લાપાસરી રોડ પર બાવળના ઝાડ સાથે લટકી પરપ્રાંતિય યુવાનનો આપઘાત
શહેરની ભાગોળે કોઠારીયા વિસ્તારમાં આવેલા લાપાસરી રોડ પર રહેતાં પરપ્રાંતિય યુવાને અગમ્ય કારણોસર ઘર નજીક આવેલા બાવળના ઝાડ સાથે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતાં પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે. આ અંગે પોલીસે આપઘાતનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ, મુળ મધ્યપ્રદેશનો વતની અને હાલ પરિવાર સાથે લાપાસરી રોડ પર ખોડીયાર ગૌશાળા પાસે રહેતો ગુડ્ડુ ઘુમાભાઈ ભુરીયા (ઉ.40) નામના યુવાને ગતરાત્રે ઘરેથી નીકળી ગયા બાદ રાત્રિના કોઈપણ સમયે ઘર નજીક લાપાસરી રોડ પર બાવળના ઝાડ સાથે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતાં પરિવારજનો અને આજી ડેમ પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક ત્રણ ભાઈમાં વચેટ અને કડિયા કામ કરતો હોવાનું તથા તેને સંતાનમાં બે પુત્ર ત્રણ પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. તેણે આ પગલું શા માટે ભરી લીધું તે અંગે પરિવારજનો પણ અજાણ હોય પોલીસે આપઘાતનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવથી પાચ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી દેતાં શોકની લાગણી છવાઈ જવા પામી છે.