ભાણવડના કાટકોલા ગામે પરપ્રાંતીય યુવતીએ ઝેરી દવા પી જિંદગી ટૂંકાવી
દ્વારકામાં જુગાર રમતી ત્રણ મહિલાઓ ઝડપાઇ
મધ્ય પ્રદેશ રાજ્યના રાયગઢ જિલ્લાની મૂળ વતની અને હાલ ભાણવડ તાલુકાના કાટકોલા ગામે રહેતી ટીનાબેન ગેમાભાઈ બારેલા નામની 18 વર્ષની અપરણિત યુવતીએ ગત તા.10ના રોજ કાટકોલા ગામે પોતાના હાથે જંતુનાશક ઝેરી દવા પી લેતા તેણીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં શનિવારે તેણીનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવની જાણ મૃતકના પિતા ગેમાભાઈ બારેલાએ ભાણવડ પોલીસને કરી છે.
જુગાર
દ્વારકાના નરસંગ ટેકરી વિસ્તારમાંથી પોલીસે હસીનાબેન કાદર શેખ, શરીફાબેન રમજાન જાડેજા અને સમીનાબેન ઈમ્તિયાઝ શેખ નામના ત્રણ મહિલાઓને ગંજીપાના વડે તીનપત્તીનો જુગાર રમતા રૂૂ. 2,280 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.
દારૂ
મીઠાપુર તાબેના ભીમરાણા ગામે રહેતા ઋતુરાજસિંહ જીતેન્દ્રસિંહ જાડેજા નામના શખ્સના રહેણાંક મકાનમાંથી પોલીસે રૂૂ. 6,300 ની કિંમતની વિદેશી દારૂૂની 5 બોટલ કબજે કરી હતી. જો કે આરોપી ઋતુરાજસિંહ પોલીસને હાથ લાગ્યો ન હતો. જે અંગે મીઠાપુર પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે.