રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

લલૂડી વોંકળીમાં ઘર પાસે ગાળો બોલવાની ના પાડતા આધેડ ઉપર પાઈપથી હુમલો

06:22 PM Feb 01, 2024 IST | Bhumika
Advertisement

શહેરના લલુડી વોકળીમાં ઘર પાસે ગાળો બોલવાની ના પાડતા આધેડ ઉપર પાડોશી ચાર શખ્સોએ લોખંડના પાઈપથી હુમલો કરી માર માર્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે.જાણવા મળતી વિગત મુજબ લલુડી વોકળી શેરી નં. 16માં રહેતા અનવરભાઈ બાબુભાઈ શેખ (ઉ.વ.48)એ ભક્તિનગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ગૌરવ ઉર્ફે ગવો ચુડાસમા, ધવલ વાણંદ, રાજેશ ઉર્ફે રાજભા પટેલ અને લાલો રાવળના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ ગઈકાલે રાત્રે 12 વાગ્યાના તેના ઘરે હતા ત્યારે તેનો પુત્ર બહાર ઘર પાસે હોય તેને પાડોશમાં રહેતો ગૌરવ સહિતના શખ્સો ગાળો આપી ઝઘડો કરતા હોય જેથી તેઓ બહાર જતા આરોપીઓ ગાળો બોલતા હોય જેને ગાળો બોલવાની ના પાડતા ચારેય સખ્સોએ ઉશ્કેરાઈ જઈ લોખંડના પાઈપ વડે હુમલો કરી માર માર્યો હતો.જેથી ઈજાગ્રસ્ત હાલતમાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. આ મારામારીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો આ અંગે પોલીસે ચારેય શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Advertisement

Tags :
gujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement