For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પાડોશીઓએ ઘરે આવી ઝઘડો કરતાં આઘાતમાં આધેડને હાર્ટએટેક આવી ગયો

04:26 PM Sep 26, 2025 IST | Bhumika
પાડોશીઓએ ઘરે આવી ઝઘડો કરતાં આઘાતમાં આધેડને હાર્ટએટેક આવી ગયો

પુત્રી અને પાડોશીની પુત્રીને સ્કૂલમાં ઝઘડો થયા બાદ ઘરે આવી ડખો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી, 8 સામે ફરિયાદ

Advertisement

રાજકોટની ભાગોળે આવેલા કાળીપાટ ગામે છોકરા વચ્ચે સ્કૂલે થયેલા ઝઘડા બાબતે પાડોશીઓ ઘરે આવી ઝઘડો કરતાં હોય દરમિયાન લાગી આવતાં આધેડને હાર્ટએટેક આવી જતાં તેનું મોત નિપજ્યું હતું. આ અંગે ઘરે આવી ઝઘડો કરી જાનથી મારી નાખવાની ધમકી આપનાર આઠ શખ્સો સામે રાયોટીંગ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી પોલીસે તપાસ હાથ ધરી છે.

જાણવા મળતી વિગત મુજબ, કાળીપાટ ગામે આંબેડકર હોલ પાસે રહેતાં રવિ ભરતભાઈ ચાંડપા (ઉ.19) નામના યુવાને આજી ડેમ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે પાડોશમાં રહેતાં હિતેશ, હિતેશની પત્ની, ધર્મેશ, ધર્મેશની પત્ની, પ્રેમજી, સુરેશ, હસમુખ, સાહીલના નામ આપ્યા હતાં. ફરિયાદમાં જણાવ્યા મુજબ, ગઈકાલે સાંજે ફરિયાદી તેના ભાઈ અને પિતા સાથે ટ્રેકટરનો પંપ રીપેર કરાવવા રાજકોટ જતાં હતાં ત્યારે તેની બહેનનો ફોન આવેલો અને જણાવેલું કે હિતેશ આપણા ઘરે ઝઘડો કરવા આવ્યો છે તમે જલ્દી ઘરે આવો તેમ કહેતા તેઓ ઘરે આવ્યા હતાં. દરમિયાન આરોપીઓ લાકડાના ધોકા લઈ આવી ઝઘડો કરવા લાગેલ અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

Advertisement

દરમિયાન પોલીસની ગાડી આવી જતાં ફરિયાદી તેના ભાઈ અને તેની બહેનને પોલીસ સ્ટેશને લઈ આવ્યા હતાં ત્યારે તેના ભાઈનો ફોન આવેલો કે પિતાને આ બનાવથી ખુબ આઘાત લાગતાં બેભાન થઈ ગયેલ છે. જેથી તેમને સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવતાં ફરજ પરના તબીબે હાર્ટએટેક આવવાથી મરણ ગયાનું જાહેર થયું હતું.

ફરિયાદમાં જણાવ્યા મુજબ તેની બહેન રોશની અને કાકાની દીકરી કિંજલ સાથે આરોપી ધર્મેશભાઈની દીકરી ગુડ્ડીને સ્કૂલમાં બોલાચાલી થઈ હતી. જેથી શિક્ષકે ગુડ્ડીને ઠપકો આપ્યો હોય જે બાબતે ગુડ્ડીએ ઘરે આવી બન્ને બહેન સાથે ઝઘડો કરવા લાગી હતી અને તેના પરિવારજનોએ પણ ઘરે આવી મારકુટ કરી ધમકી આપતાં લાગી આવવાથી તેના પિતાને હાર્ટએટેક આવી ગયાનું જણાવ્યું હતું. આ અંગે આજી ડેમ પોલીસે પાડોશી શખ્સો સામે રાયોટીંગ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement