રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

સગાઇ પ્રસંગમાંથી પરત ફરતા આધેડનું માર્ગ અકસ્માતમાં પિતરાઇની નજર સામે જ મોત

01:59 PM Mar 29, 2024 IST | Bhumika
Advertisement

રાજકોટમાં વાહન ચાલકો બેફામ બન્યા હોય તેમ અવાર નવાર જીવલેણ અકસ્માતો સર્જાયા હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે ત્યારે વધુ એક બનાવમાં ખોખડદડ ગામે સગાઈ પ્રસંગમાંથી પરત ફરતા પિતરાઈ ભાઈઓના સ્કૂટરને અજાણ્યા આઇસરના ચાલકે ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. હિટ એન્ડ રનની ઘટનામાં ઘવાયેલા આધેડે પિતરાઈ ભાઈની નજર સામે જ દમ તોડતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.

Advertisement

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં આનંદનગર કોલોનીમાં રહેતા અને જમીન મકાન લે વેચનો ધંધો કરતા ધનસુખભાઈ કિશોરભાઈ ગોંડલીયા (ઉ.વ.54) અને તેના પિતરાઈ ભાઈ રાજુભાઈ ભીમજીભાઈ શીશાંગીયા (ઉ.વ.50) બંને રાત્રિના દસેક વાગ્યાના અરસામાં સ્કૂટર લઈને કોઠારીયા મેઇન રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે બ્રહ્માણી હોલ પાસે અજાણ્યા આઈસરના ચાલકે ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો ગંભીર રીતે ઘવાયેલા બંને પિતરાઇ ભાઈને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ગંભીર રીતે ઘવાયેલા સ્કૂટર સવાર રાજુભાઈએ સારવાર કારગત નીવડે તે પૂર્વે જ પિતરાઈ ભાઈની નજર સામે જ હોસ્પિટલના બિછાને દમ તોડી દેતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે. પ્રાથમિક પૂછપરછમાં ધનસુખભાઈ અને રાજુભાઈ બને ખોખરદળ ગામે સગાઈ પ્રસંગમાં ગયા હતા અને ત્યાંથી બંને પરત ફરી રહ્યા હતા ત્યારે જીવલેણ અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે આજીડેમ પોલીસે અકસ્માત સર્જી નાસી છુટેલા અજાણ્યા આઇસર ચાલક વિરુદ્ધ કાનૂની તપાસનો દોર લંબાવ્યો છે.

Tags :
gujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement