For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

હાપા જલારામ મંદિર નજીક આવેલા કૂવામાંથી આધેડનો મૃતદેહ મળ્યો

11:19 AM Feb 03, 2025 IST | Bhumika
હાપા જલારામ મંદિર નજીક આવેલા કૂવામાંથી આધેડનો મૃતદેહ મળ્યો

પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડાયો

Advertisement

જામનગર નજીક હાપા જલારામ મંદિર પાસે આવેલા એક કૂવામાં માનવ મૃતદેહ તરી રહ્યા છે, તેવી માહિતી પોલીસને મળી હતી. જેથી પંચકોશી બી. ડિવિઝનના પોલીસ હેડ કોન્સ્ટેબલ ભાવેશભાઈ લાંબરીયાએ જામનગર મહાનગરપાલિકાની ફાયર શાખા ને જાણ કરી હતી.

જેથી ફાયર શાખાના કર્મચારીની ટુકડીએ બનાવના સ્થળે પહોંચી જઇ પાણીમાંથી મૃતદેહને બહાર કાઢ્યો હતો, અને પોલીસને સુપ્રત કર્યો હતો.
મૃતકનું નામ કિશોરભાઈ કરશનભાઈ મસુરીયા (ઉંમર વર્ષ 52) અને હાપા વિસ્તારમાં રહેતા હોવાનું તેમજ મજૂરી કામ કરતા હોવાનું જાણવા મળ્યું હતું.આ બનાવ અંગે મૃતકના પુત્ર સચિન કિશોરભાઈએ બનાવ ના સ્થળે આવીને પોતાના પિતાના મૃતદેહ ને ઓળખી બતાવ્યો હતો.પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન મૃતક પ્રૌઢ છૂટક મજૂરી કામ કરતા હોવાનું અને દારૂૂ પીવાની આદત ધરાવતા હોવાનું પણ જાણવા મળ્યું હતું.

Advertisement

પ્રાથમિક દ્રષ્ટિએ તેઓએ આત્મહત્યા કરી લીધી હોવાનું પોલીસ દ્વારા અનુમાન કરાયું છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement