For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અતિવૃષ્ટિની પરિસ્થિતિ અંગે કલેક્ટર કચેરીમાં બેઠક યોજાઇ

12:13 PM Aug 29, 2024 IST | admin
અતિવૃષ્ટિની પરિસ્થિતિ અંગે કલેક્ટર કચેરીમાં બેઠક યોજાઇ

આર્મી, એરફોર્સ, એસડીઆરએફની ટીમની મદદથી રેસ્ક્યૂ કરવા તેમજ અસરગ્રસ્ત લોકોને ફૂડ પેકેટ પીજીવીસીએલ, માર્ગ અને મકાન વિભાગ, એસટી વિભાગ, સિંચાઈ વિભાગની કામગીરીનો તાગ મેળવી ઝીરો કેઝ્યુલિટીના એપ્રોચથી કામગીરી કરવા મંત્રીએ સૂચન કર્યા:

Advertisement

જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી મૂળુભાઈ બેરાએ જામનગર કલેક્ટર કચેરી ખાતે પ્રભારી સચિવ અનુપમ આનંદ અને સાંસદ પૂનમબેન માડમની ઉપસ્થિતિમાં જિલ્લામાં અતિવૃષ્ટિના પરિણામે સર્જાયેલી પરિસ્થિતિનો તાગ મેળવવા કલેક્ટર બી.કે.પંડ્યા તથા વિવિધ વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.આ બેઠકમાં મંત્રી મૂળુભાઈ બેરાએ પાણીના પ્રવાહમાં ફસાયેલા લોકોનું આર્મી, એરફોર્સ, એસડીઆરએફની ટીમની મદદથી રેસ્ક્યુ કરવા તેમજ અસરગ્રસ્ત લોકોને ફૂડ પેકેટ પહોંચાડવા માટે જણાવ્યું હતું. તેમજ જામનગર શહેર અને જિલ્લાની હાલની પરિસ્થિતિ અંગે અધિકારીઓ પાસેથી જરુરી વિગતો મેળવી હતી. જેમાં માર્ગ અને મકાન વિભાગ સ્ટેટના હાલ બે રસ્તાઓ જેમાં જામનગર-લાલપુર-પોરબંદર અને જામનગર-સમાણા-ફૂલનાથ રોડ બંધ છે.

માર્ગ અને મકાન વિભાગ પંચાયતના 48 રસ્તાઓ ઓવર ટોપિંગના લીધે બંધ છે.માછીમારી કરવા ગયેલ 197 બોટ પૈકી 112 માછીમારો સાથેની 20 બોટ અન્ય બંદરો પર સલામત સ્થળે છે અને બાકીની બોટો પરત ફરી ગઈ છે. અન્ય કોઇ નુકશાની સર્જાઇ નથીજામનગર જિલ્લાના 335 જેટલા ગામડાઓમાં વીજ પુરવઠો ખોરવાયો છે. 19 જેટલા ફિડરો સલામતીના ભાગરૂૂપે બંધ રાખવામાં આવ્યા છે. પીજીવીસીએલની 200 જેટલી ટીમો હાલ વીજપુરવઠો પૂર્વવત કરવામાં કામે લાગી છે. આરોગ્ય વિભાગ દ્વારા 80 જેટલી સગર્ભાઓને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. જીજી હોસ્પિટલમાં પણ ઇમરજન્સીની સ્થિતિને પહોચી વળવા માટે તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે.જામનગર શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં અનેક જગ્યાઓ પર પાણી ભરાયા હોવાથી લોકોને ફૂડ પેકેટ આપવાની અને રેસ્ક્યૂની કામગીરી ફાયર વિભાગ, એનડી આર એફ, આર્મી અને પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. મંત્રીએ બેઠકમાં ઉપસ્થિત તમામ પદાધિકારિઓ , અધિકારીને સૂચન આપતા જણાવ્યું હતું કે લોકોની સલામતી અને સુરક્ષાએ આપણી જવાબદારી છે.

Advertisement

માટે સૌએ આયોજન સાથે આ કુદરતી આફતમાં ઝીરો કેઝ્યૂલીટીના એપ્રોચ સાથે સતર્કતા અને તત્પર રહી કામગીરી કરવી જોઇએ. આ બેઠકમાં મેયર વિનોદભાઈ ખીમસુર્યા, કમિશ્નર ડી.એન.મોદી, ધારાસભ્યો દિવ્યેશભાઈ અકબરી, રીવાબા જાડેજા, જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, અગ્રણી રમેશભાઈ મુંગરા, અધિક નિવાસી કલેકટર બી.એન.ખેર, જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ, અગ્રણીઓ, પ્રાંત અધિકારીઓ વગેરે ઉપસ્થિત હતા..

Advertisement
Tags :
Advertisement
Advertisement