રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

અમદાવાદમાં કોંગ્રેસના પાટીદાર આગેવાનોની બેઠક યોજાઇ

04:08 PM Sep 09, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

ગુજરાતમાં કોંગ્રેસ પક્ષને મજબૂત કરવા માટે રવિવારે કોંગ્રેસમાં રહેલા પાટીદાર સમાજના આગેવાનોની એક મીટિંગ સાયન્સ સિટી વિસ્તારમાં યોજાઈ હતી. આ બેઠકમાં પક્ષ છોડીને જતા પાટીદાર આગેવાનોને રોકવા તેમજ પાટીદાર સમાજમાં કોંગ્રેસ માટે લાગણીઓ ઊભી થાય તે માટે ચર્ચા કરવામાં આવી હતી.

ગણેશ ચોથના દિવસે કોંગ્રેસ પક્ષના પાટીદાર સમાજના આગેવાનોની એક મીટિંગ સાયન્સ સિટી વિસ્તારમાં ગીતાબેન પટેલ ઇટાદરાવાળાને ત્યાં ગણપતિ દાદાની સ્થાપના નિમિત્તે મળી હતી, જેમાં કોંગ્રેસ પક્ષના સંગઠન માટેની ગહન ચર્ચા થઈ હતી. ખાસ કરીને જે પાટીદાર સમાજના આગેવાનો પક્ષ છોડીને જઈ રહ્યા છે તે ઘટનાઓ હવે ના બને તેના માટે બધા અગ્રણીઓ સક્રિય રહેશે અને પાટીદાર સમાજને દિલ્હી અને ગુજરાત સંગઠનમાં ગુજરાતની સ્થિતિને ધ્યાનમાં રાખીને વધારે મજબૂત બનાવવા સંગઠનમાં રાખી આગેવાનોનો ઉપયોગ કરી સમાજમાં ઊંડાણથી કોંગ્રેસ પક્ષ માટે લાગણીઓ ઊભી થાય તે બાબતના કાર્યક્રમો આપવામાં આવશે. જે રીતે હાલમાં પાટીદારો કોંગ્રેસને મત નથી આપતા તે ગેરસમજ ઊભી થઈ છે આ અંગે દિલ્હીમાં રાહુલ ગાંધીને રજૂઆત કરવાનું પણ નક્કી કરાયું છે.

પાટીદારોની આ મીટિંગમાં ડો. જીતુભાઈ પટેલ, હિમાંશુભાઈ પટેલ, મનહરભાઈ પટેલ, મેહુલ પટેલ, દલસુખ પટેલ, મનુભાઈ પટેલ, પવન પટેલ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.

Tags :
AhmedabadAhmedabad newsCongress Patidar leadersgujaratgujarat news
Advertisement
Next Article
Advertisement