રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

કુવાડવા હાઈવે પર પેકેજિંગના કારખાનામાં ભીષણ આગ

04:57 PM Mar 20, 2024 IST | Bhumika
Advertisement

શહેરની ભાગોળે રાજકોટ ચોટીલા હાઈ-વે પર ત્રિમંદિર નજીક પેકેજીંગના કારખાનામાં ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. પુઠ્ઠાના બોકસનું કારખાનું હોવાથી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગની જાણ થતાં રાજકોટ ફાયરબ્રિગેડનો સ્ટાફ ફાયર ફાઈટર સાથે ઘટના સ્થળે દોડી ગયો હતો અને આગ ઉપર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે. આગના કારણે લાખોનું નુકસાન થયાનો પ્રાથમિક અંદાજ વ્યકત કરવામાં આવ્યો છે.

Advertisement

જાણવા મળતી વિગત મુજબ, કુવાડવા હાઈવે પર ત્રિમંદિર નજીક રાણપુર ગામ પાસે આવેલા શિવમણી પ્રિન્ટ પેક નામના પેકેજીંગના કારખાનામાં આજે બપોરે એક વાગ્યાના અરસામાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. બનાવને પગલે કારખાનામાં રહેલા કર્મચારીઓ બહાર દોડી આવ્યા હતાં. પેકેજીંગનું કારખાનુ હોવાથી કારખાનામાં પુઠ્ઠાના બોકસ પડેલા હોય જેમાં આગ લાગતાં જોતજોતામાં જ આગ વિકરાળ બની હતી અને દૂર દૂરથી આગના ગાટેગોટા નજરે પડતાં હતાં. આગ અંગે ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવતાં રાજકોટ બેડીપરા ફાયર સ્ટેશનેથી ફાયર ફાઈટરનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતાં. જો કે આગ કયા કારણોસર લાગી તે અંગે કારણ જાણવા મળ્યું નથી. આગમાં કારખાનામાં રહેલા પુઠ્ઠાના બોકસ કાચો માલ અને ફર્નિચર અને મશીનરી સહિતનો સામાન બળીને ખાખ થઈ જતાં લાખોનું નુકસાન થયાનું જાણવા મળ્યું છે.

એક કલાકથી ફોન કરતાં હતા પણ ત્રણ જ ગાડી આવી
શિવમણી પ્રીન્ટ પેકના માલીકે ગુજરાત મિરર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મારી ફેકટરી સળગી રહી છે અને મેં 1 વાગ્યે ફાયર બ્રિગેડને કોલ કર્યો હતો. મારે પુઠ્ઠાની ફેકટરી છે હજુ સુધી 1 કલાકમાં ફકત ત્રણ જ ગાડી આવી છે. આવડી ફેકટરીમાં આગ બુઝાવવા માટે 100 ગાડી જોઈએ. ફાયરબ્રિગેડ ગાડી જ મોકલતું નથી અને મારી ફેકટરી સળગી રહી છે.

Tags :
firegujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement