ટંકારાના વાછકપરમાં પરિણીતાએ ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યુ
ટંકારાનાં વાછકપર ગામે રહેતી પરણીતાએ કોઇ અગમ્ય કારણસર ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. પરણીતાનાં મોતથી પરીવારમા શોકની લાગણી પ્રસરી છે.
આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ ટંકારાનાં વાછકપર ગામે રહેતી કૃપાલીબેન હીરાભાઇ સાકરીયા નામની 36 વર્ષની પરણીતાએ કોઇ અગમ્ય કારણસર ઝેરી દવા પી લીધી હતી . પરણીતાને ઝેરી અસર થતા સારવાર માટે રાજકોટ ખાનગી હોસ્પીટલ ખાતે ખસેડવામા આવી હતી. જયા તેણીનુ સારવારમા મોત નીપજતા પરીવારમા શોકની લાગણી પ્રસરી છે.
આ ઉ5રાંત બીજા બનાવમા હળવદનાં સાડધ્રા ગામે રહેતા જેસીંગભાઇ નરશીભાઇ રાણેવડીયા નામનાં 63 વર્ષનાં વૃધ્ધે માનસીક બીમારીથી કંટાળી પોતાની વાડીએ હતા . ત્યારે 1પ દીવસ પુર્વે ઝેરી દવા પી લીધી હતી. વૃધ્ધને ઝેરી અસર થતા સારવાર માટે રાજકોટ સિવીલ હોસ્પીટલમા દાખલ કરવામા આવ્યા હતા જયા તેમનુ મોત નીપજતા પરીવાર શોકમા ગરકાવ થઇ ગયો હતો ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.