ખીરસરામાં પતિના ત્રાસથી રિસામણે બેઠેલી પરિણીતાનો આપઘાતનો પ્રયાસ
શહેરમાં કાલાવડ રોડ ઉપર આવેલા ખીરસરા ગામે પતિના ત્રાસથી રિસામણે બેઠેલી પરિણીતાએ ઝેરી પાવડ પી લીધો હતો. પરિણીતાને ઝેરી અસર થતા સારવાર માટે ખસેડવામાં આવી હતી.
આ બનાવ અંગે પોલીસ માંથી જાણવા મળતી વિગત મુજબ ખીરસરા ગામે પતિના ત્રાસથી રિસામણે બેઠેલી દીપુબેન રાહુલભાઇ દાફડા નામની 25 વર્ષની પરિણીતાએ ઝેરી પાવડ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પરિણીતાને ઝેરી અસર થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
આ અંગે રાજકોટ સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે મેટોડા પોલીસને જાણ કરતા મેટોડા પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. મેટોડા પોલીસે આપઘાતનો પ્રયાસ કરનાર પરણીતાનું નિવેદન નોંધ્યું હતું.
આ ઉપરાંત બીજા બનાવમાં કોઠારીયા રોડ ઉપર આવેલ જયરામ પાર્કમાં રહેતી ઇલાબેન આશીષભાઇ કારેલીયા નામની 40 વર્ષની પરિણીતાએ કોઇ અગમ્ય કારણોસર ઝેરી ટીકડા ખાઇ લીધા હતા. પરિણીતાને ઝેરી અસર થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવી હતી. ઉપરોકત બંને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.