ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

લાલપુર તાલુકાના આરબલુસ ગામે પરિણીતાનો ફાંસો ખાઇ આપઘાત

01:14 PM Nov 13, 2025 IST | admin
Advertisement

પતિ સાથે મનદુ:ખ થતા રિસામણે હતી

Advertisement

જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના આરબલુસ ગામમાં રહેતી હંસાબેન નાનજીભાઈ ધ્રુવ નામની 42 વર્ષની પરણીત મહિલાએ ગઈકાલે પોતાના ઘેર કોઈ અગમ્ય કારણસર ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લેતાં ભારે ચકચાર જાગી છે. આ બનાવ અંગે મૃતકના હર્ષદપુર ગામમાં રહેતા પુત્ર કરણ નાનજીભાઈ ધ્રુવ એ પોલીસને જાણ કરતાં લાલપુરના એએસઆઈ ડી.ડી. જાડેજા બનાવના સ્થળે દોડી ગયા હતા, અને હંસાબેન ના મૃતદેહ નો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસની પૂછપરછમાં હંસાબેન ના લગ્ન જામનગર તાલુકાના હર્ષદપુર ગામમાં રહેતા નાનજીભાઈ ધ્રુવ સાથે થયા હતા, જે લગ્ન દરમિયાન તેઓને એક પુત્ર અને એક પુત્રી સહિત બે સંતાનો પ્રાપ્ત થયા હતા. પરંતુ છેલ્લા કેટલાક સમયથી પતિ પત્ની વચ્ચે મનદુ:ખ થયું હોવાથી તેઓ રિસામણે બેઠા હતા, અને આરબ લૂસ ગામે એકલા રહેતા હતા.જે દરમિયાન ગઈકાલે તેઓએ આ પગલું ભરી લીધું હોવાનું પોલીસ સમક્ષ જાહેર થયું છે.

 

Tags :
gujaratgujarat newsLalpurLalpur newssuicide
Advertisement
Next Article
Advertisement