વાવડીમાં શ્રમિક દંપતી વચ્ચે ઝઘડો થતાં પરિણીતાએ ફિનાઈલ પીધું
શહેરમાં વાવડી વિસ્તારમાં રહેતા શ્રમિક દંપતિ વચ્ચે નજીવા પ્રશ્ર્ને ઝઘડો થતાં પરિણીતાએ ફિનાઈલ પી લીધું હતું. પરિણીતાની તબિયત લથડતાં સારવાર માટે ખસેડવામાં આવી હતી.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, વાવડી ગામમાં રહેતી નેહાબેન ધીરજભાઈ ગૌતમ નામની 26 વર્ષની પરિણીતા રાત્રીનાં નવેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતી ત્યારે નજીવા પ્રશ્ર્ને પતિ ધીરજ ગૌતમ સાથે ઝઘડો થતાં ફિનાઈલ પી લીધું હતું. પરિણીતાની તબિયત લથડતાં સારવાર માટે ખસેડવામાં આવી હતી.
આ ઉપરાંત અન્ય બનાવમાં આનંદનગરમાં આવેલ ખોડીયાર ચોકમાં રહેતાં વિજયરાજપરી કિશોરપરી ગૌસ્વામી નામનો 33 વર્ષનો યુવાન રાત્રીના દસેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતો ત્યારે કોઈ અગમ્ય કારણોસર બિમારીની વધુ પડતી દવા પી લીધી હતી. જ્યારે બીજા બનાવમાં રેલનગર આસ્થા ચોક પાસે આવેલ શિવમ પાર્કમાં રહેતા ધવલ ભરતભાઈ પરમાર (ઉ.28) નિર્મલા સ્કૂલ પાસે હતો. ત્યારે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
