For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

હજીરા પુલ પાસેથી એક પિસ્ટલ સાથે શખ્સ ઝબ્બે

12:07 PM Jul 15, 2024 IST | admin
હજીરા પુલ પાસેથી એક પિસ્ટલ સાથે શખ્સ ઝબ્બે

બે જીવતા કારતૂસ સહિતનો મુદ્દામાલ જપ્ત

Advertisement

જામનગરના સિટી બી. ડિવિઝન ના ડી સ્ટાફે ચોક્કસ બાતમી ના આધારે વ્હોરા ના હજીરા નજીક બેઠા પૂલ પાસેથી ભારતીય બનાવટની પીસ્ટલ અને જીવંત કારતુસ સાથે નીકળેલા એક શખ્સને ઝડપી લીધો છે, અને તેની સામે હથીયાર ધારા ભંગ બદલ ગુનો નોંધ્યો છે.

જામનગરના સિટી બી. ડિવિઝન સર્વેલન્સ નો સ્ટાફ ગઈકાલે સાંજે પેટ્રોલીંગમા હતો, તે દરમ્યાન એ.એસ.આઈ. રઘુવીરસીહ પરમાર તથા પો.કો સાજીદભાઈ બેલીમ અને મયુરરાજસિંહ જાડેજાને ખાનગીરાહે હકીકત મળી હતી કે તોશીફ ઉર્ફે તોયો કુરેશી નામનો શખ્સ ગેરકાયદેસર હથીયાર પીસ્ટલ લઈ નાગેશ્વર, વ્હોરાના હજીરા પાછળ આવેલા બેઠા પુલ ઉપરથી પસાર થવાનો છે.

Advertisement

જે બાતમીના આધારે તોશીફ ઉર્ફે તોયો સલીમભાઈ કુરેશી શેખ (ઉવ.28) ને ઝડપી લીધો હતો. જેની અંગઝડતી કરતાં તેના પેન્ટના નેફામાંથી એક દેશી બનાવટની લોખંડની ચાલુ હાલતની પીસ્ટલ કી.રુ. 25,000 તથા જીવતા કાર્ટીસ નંગ 2 કી.રુ 200 ના મળી આવ્યા હતા.

જે કબ્જે કરી લઈ તેની સામે સિટી બી. ડિવિઝન પોલીસ મથકમાં હથિયાર ધારા ભંગ બદલ ગુનો દાખલ કરવામાં આવ્યો છે, અને તેની વધુ પૂછપરછ ચલાવવામાં આવી રહી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement