રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

સંત કબીર રોડ પર મહિલાના ગળામાંથી સોનાના ચેઈનની ચીલઝડપ કરનાર ઝડપાયો

04:16 PM Jul 22, 2024 IST | admin
Advertisement

ઝડપાયેલા સગીરે 15 દિવસ પહેલાં દૂધસાગર રોડ પરથી બાઈકની ચોરી કરી હોવાનું ખુલ્યું

Advertisement

રાજકોટમાં વધુ એક મહિલા સમડીનો શિકાર બન્યા હતા.આ બનાવમાં ગુનો નોંધાયા બાદ ડીસીપી ઝોન-1ની એલસીબીની ટીમે એક સગીરને પકડી લઇ સોનાનો ચેઇન અને ચોરાઉ બાઈક સાથે ઝડપી લીધો હતો.
વધુ વિગતો મુજબ,પેડક રોડ પરની ગુજરાત સોસાયટીમાં રહેતા મધુબેન સાવલિયા (ઉ.વ.43) તેમના પતિ સુભાષભાઈ સાવલિયાના સ્કૂટર પર બેસી ગુંદાવાડીથી ખરીદી કરીને પોતાના ઘર તરફ જવા નીકળ્યા હતા અને સંત કબીર રોડ પર ત્રિવેણીના ગેટ પાસે પહોંચ્યા હતા.ત્યારે એક શખ્સ બાઈકમાં ધસી આવ્યો હતો અને મધુબેનની ડોક પર ઝોંટ મારી તેમણે પહેરેલો 46 હજારની કિંમતનો સવા તોલા સોનાનો ચેઈન આંચકી લીધો હતો અને ચેઈન ઝૂંટવી સમડીએ ધક્કો મારતા મધુબેન સ્કૂટર પરથી નીચે ફંગોળાયા હતા.

ઘટનાને પગલે મધુબેને દેકારો કર્યો હતો પરંતુ લોકો એકઠા થાય તે પહેલા સમડી નાસી ગઈ હતી.આ અંગે બી.ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ શરૂૂ કરી હતી. ત્યારે રાજકોટ ડીસીપી ઝોન-1ની એલસીબીના પીએસઆઈ બી.વી.બોરીસાગર,વિજેન્દ્રસિંહ ઝાલા,સત્યવિજયસિંહ જાડેજા,દિવ્યરાજસિંહ જાડેજા અને હિતેશભાઈ પરમાર સહિતના સ્ટાફે એક સગીરને ઝડપી 46 હજારનો સોનાનો ચેઇન અને એક ચોરાઉ બાઈકને કબજે કર્યું હતું.તેમજ આ ચોરાઉ બાઈક દૂધ સાગર રોડ પરથી 15 દિવસ પહેલા ચોરી કરી હતી.

Tags :
goldchain theftgujaratgujarat newsrajkotrajkot newstheft
Advertisement
Next Article
Advertisement