મોરબીમાંથી બે કિલો ગાંજા સાથે એક શખ્સ ઝડપાયો
મોરબીના કુબેરનાથ રોડ પર આવેલ મેમણ શેરીના મકાનમાં રેડ કરી પોલીસે 2 કિલોથી વધુના ગાંજાના જથ્થા સાથે એક આરોપીને ઝડપી લઈને 11,790 નો મુદામાલ જપ્ત કર્યો છે અન્ય એક આરોપીનું નામ ખુલતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન કુબેરનાથ રોડ પર મેમણ શેરીમાં રહેતા આરોપી આરીફ યાકુબ કચ્છીના મકાનમાં ગાંજાનો જથ્થો હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી આરોપીના મકાનમાંથી વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાનો જથ્થો 2 કિલો 230 ગ્રામ કીમત રૂૂ 6690 નો મળી આવ્યો હતો જેથી પોલીસે ઘરમાં રહેલ ગાંજાનો જથ્થો, મોબાઈલ કીમત રૂૂ 5000, ઇલેક્ટ્રિક વજન કાંટો, પ્લાસ્ટિક કોથળીઓ 127 નંગ સહીત કુલ રૂૂ 11,790 નો મુદામાલ જપ્ત કરી આરોપીને ઝડપી લીધો છે ગાંજાનો જથ્થો આરોપી અબ્બાસ મોવર રહે સુરેન્દ્રનગર વાળા પાસેથી લીધાની કબુલાત આપતા પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ ચલાવી છે.