For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ફાયરિંગ સહિતના ગુનામાં સંડોવાયેલા શખ્સે સગર્ભા પત્નીને ત્રાસ આપતા નોંધાયો ગુનો

04:43 PM Jul 25, 2024 IST | Bhumika
ફાયરિંગ સહિતના ગુનામાં સંડોવાયેલા શખ્સે સગર્ભા પત્નીને ત્રાસ આપતા નોંધાયો ગુનો
Advertisement

એક વર્ષ પહેલાં પ્રેમલગ્ન થતાં વારંવાર ગુનો આચરતા પતિથી કંટાળી ચાર મહિનાથી પરિણીતા માવતરે આવી ગઈ હતી

શહેરના યુનિવર્સિટી રોડ પર આકાશવાણી ચોક પાસે શિવશક્તિ કોલોનીમાં રહેતા નામચીન યુવાને તેમની સગર્ભા પત્નીને ત્રાસ આપતા માવતરે ચાલી ગયેલી પત્નીએ ત્રાસ અંગેની યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. આ બનાવ અંગે હાલ ફરાર થઈ ગયેલા આરોપીની પોલીસે શોધખોળ સરૂ કરી છે.

Advertisement

બનાવની મળતી વિગતો મુજબ સાધુવાસવાણી રોડ ઉપર કૈલાશ પાર્કમાં રહેતા પાયલબેન ઉમંગભાઈ ભૂત નામની પરણીતાએ તેમના પતિ ઉમંગ ગોવિંદભાઈ ભૂત વિરુદ્ધ ત્રાસ આપ્યા અંગેની ફરિયાદ નોંધાવી છે. પાયલબેને ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમને એકાદ વર્ષ પહેલા ઉમંગ સાથે પરિચય થતાં તેમની સાથે પ્રેમ લગ્ન કર્યા હતાં. લગ્ન બાદ ઉમંગ અવાર નવાર ચારિત્ર પર શંકા કરતો હોય અને ત્રાસ આપી મારકુટ કરતો હોય જેથી ચારેક મહિના પહેલા પાયલબેન તેમના માવતર કૈલાશ પાર્કમાં જતા રહ્યા હતાં. હાલ પાયલબેન સગર્ભા હોવાનું જાણવા મળ્યું છે. તેમજ પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે, ઉમંગ પટેલ (ભૂત) અગાઉ ફાયરીંગ, પજવણી, એનડીપીએસ અને મારામારી સહિતના અનેક ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચુક્યો હોય તેમજ જ્યારે ગુનો આચરી ફરાર થાય ત્યારે પોતાની સગર્ભા પત્નીને પણ સાથે લઈ જતો હોય વારંવાર ગુનો આચરવાની ટેવ ધરાવતા ઉમંગથી કંટાળી ગયેલી તેની પત્ની તેના માવતરે ચાલી ગઈ હતી.આ અંગે યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પીએસઆઈ ડી.આર. રતનુએ વધુ તપાસ શરૂ કરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement