રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ગીરગઢડાના કોદિયા ગામે બાળકીને ફાડી ખાનાર માનવભક્ષી દીપડો પકડાયો

01:10 PM Sep 16, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

ગીર ગઢડામાં વાઘા ભરવાડની ચાર વર્ષીય દિકરી ધ્રુવીને પર માનવભક્ષી દીપડાએ ફાડી ખાધી હતી. વન વિભાગે માનવભક્ષી દીપડાને પાંજરે પૂર્યો હતો.ત્યાં હાજર રહેલા લોકોએ દોડી ધ્રુવીને બચાવવા માટે પ્રયાસ કર્યો હતો. પરંતુ બાળકીનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું.

કોદીયા ગામે માલધારીની માનવ વસવાટમાં રહેતાં વાઘા ભરવાડની ચાર વર્ષીય દિકરી ધ્રુવી પર માનવભક્ષી દીપડો તરાપ મારીને ફાડી ખાધી હતી. અચાનક ઘટના બનતા ત્યાં હાજર રહેલા લોકોએ દોડી ધ્રુવીને બચાવવા માટે પ્રયાસ કર્યો હતો. પરંતુ બાળકીનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું. ઘટના જાણ થતા જ વન્ય વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. બાળકીના મૃતદેહને પીએમ માટે ગીર ગઢડા સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો છે.
આ ઘટના બાદ વન વિભાગે માનવભક્ષી દીપડાને પાંજરે પૂર્યો છે. બાળકીના મોતથી પરિવારમાં આક્રંદ જોવા મળ્યો છે.

Tags :
Gir gathdaGirgarhdagujaratgujarat newspantherpanther attack
Advertisement
Next Article
Advertisement