નાના મતભેદો માટે ‘મેઇડ ઇન હેવન’ જેવા લગ્ન સંબંધો નષ્ટ ન કરવા જોઇએ
વડોદરા અને કચ્છમાં સંયુકત સંપતિ ધરાવતા દંપતીના છૂટાછેડા યથાવત રાખતી હાઇકોર્ટ
એવું કહેવાય છે કે લગ્નો સ્વર્ગમાં નક્કી થાય છે. એ જ વાત ઉપર સુપ્રીમ કોર્ટે એ. જયચંદ્ર વર્સિસ અનીલ કૌરના કેસના ચુકાદામાં ભાર આપ્યો હતો અને નાની-નાની વાતોમાં લગ્ન જેવા સ્વર્ગમાં રચાયેલા સંબંધને ખતમ નહીં કરવાનું અવલોકન કર્યું હતું. તાજેતરમાં હાઇકોર્ટે સુપ્રીમ કોર્ટના આ ચુકાદાને નોંધતાં એક કેસમાં નોંધ્યું હતું કે,મેઇડ ઇન હેવન(સ્વર્ગમાં નક્કી થયેલા) જેવા લગ્ન સંબંધોને નાના-નાના મતભેદોનો વિસ્તાર કરીને નષ્ટન કરવા જોઇએ.
અત્યંત મર્મસ્પર્શી અવલોકન સાથે હાઇકોર્ટની ખંડપીઠે પ્રસ્તુત કેસમાં પત્નીની અપીલને ગ્રાહ્ય રાખી તેમના છુટાછેડા મંજૂરન કરતાં નીચલી કોર્ટના આદેશને રદબાતલ ઠરાવ્યો હતો. સાથે જ પત્નીને ભરણપોષણના એરિયર્સ પેટે ચૂકવવાના બાકી રૂ. ચાર લાખ બે મહિનામાં ચુકવી આપવા પતિને હુકમ કર્યો છે.
સુપ્રીમ કોર્ટના ચુકાદાને હાઇકોર્ટની ખંડપીઠે પોતાના આદેશમાં ટાંકતા નોંધ્યું હતું કે,એક સારા લગ્નજીવનનો પાયો સહનશીલતા, મનમેળ અને એકબીજા પ્રત્યેનો આદર છે. એકબીજાના દોષ પ્રત્યે ચોક્કસ સહન કરી શકાય તેટલી સહનશીલતા દરેક લગ્નમાં સહજ હોવી જોઈએ. હાઇકોર્ટે સુપ્રીમ કોર્ટના અવલોકનને ટાંકતા કહ્યું હતું કે,થલગ્ન જેવા અત્યંત સૌમ્ય માનવીય સંબંધોના કેસોમાં હંમેશાં શક્યતાઓ ચકાસવી જોઇએ.
ઉક્ત સંવેદનાત્મક અવલોકનો કર્યા બાદ હાઇકોર્ટની ખંડપીઠે પ્રસ્તુત કેસના તથ્યો, દલીલો અને સામે આવેલા મટીરીયલને ધ્યાનમાં લેતાં આદેશમાં નોંધ્યું હતું કે,બંને પતિ-પત્નીના જોઇન્ટ નામે કચ્છ અને વડોદરા ખાતે સંપત્તિ છે. પત્ની તરફથી એવી રજૂઆત કરવામાં આવી હતી કે તે વડોદરા ખાતેની સંપત્તિમાંથી તેનો હક જતો કરવા માટે તૈયાર છે, જો કચ્છની સંપત્તિ સંપૂર્ણપણે તેના નામે ટ્રાન્સફર કરી દેવામાં આવે.
જેથી તે સ્વતંત્ર રીતે તે સંપત્તિનું સંચાલન કરી શકે અને તેને વેચવા વગેરેની કાર્યવાહી કરીને તેની અને તેની બે દીકરીઓની જરૂૂરિયાતો પુરી કરી શકે.આદેશમાં ખંડપીઠે એમ પણ નોંધ્યું હતું કે,ઉક્ત રજૂઆતને ધ્યાને લેતાં હાઇકોર્ટના મત મુજબ ફેમિલી કોર્ટનો આદેશ રદ કરવાને યોગ્ય છે. તેથી પત્ની તરફથી થયેલી અપીલ ગ્રાહ્ય રાખવામાં આવે છે અને પતિની અપીલ (જેમાં તેણે દાંપત્ય અધિકારોને પુનર્સ્થાપિત કરવાની માંગ કરી છે)ને રદ કરવામાં આવે છે.
એકવાર પતિ કચ્છની સંપત્તિ પત્નીના નામે અને વડોદરાની સંપત્તિ પત્ની પતિના નામે કરી આપે, ત્યારબાદ પત્નીને એ છૂટ છે કે તે પોતાની સંપત્તિનો ઉપયોગ દીકરીઓના વિકાસ અને ઉછેર માટે કરી શકશે. સાથે જ પતિ ઉપર રૂૂપિયા ચાર લાખના ભરણપોષણનું એરિયર્સ ચઢી ગયું છે, જે રકમ તેણે બે મહિનાની અંદર ભરણપોષણની કાર્યવાહી જ્યાં પેન્ડિંગ છે, ત્યાં જમા કરાવવાની રહેશે.