મોરબીના મચ્છુ-2 ડેમમાં કેમિકલનો કદડો ઠલવાયો
12:58 PM Feb 01, 2024 IST
|
Bhumika
Advertisement
મોરબીની નાં જીવાદોરી સમાન ગણાતા મચ્છુ-2 ડેમ ખાતે કોઈ ફેકટરી દ્વારા તેમની ફેક્ટરીમાંથી નીકળતો વેસ્ટ કદડો ત્યાંથી પસાર થતી કેનાલ મારફતે નદીમાં ઠલવવામાં આવ્યો હોઈ તેવા આક્ષેપ સાથે વિડીઓ સોશિયલ મીડિયા માં વાયરલ કરવામાં આવ્યો છે અને લોકોના આરોગ્ય સાથે આ પ્રકારના ચેડાં કરતા લોકો સામે કડક કાર્યવાહી જીપીસીબી વિભાગ અને મોરબી જિલ્લા કલેક્ટર દ્વારા કરવામાં આવેલી તેવી માંગ કરવામાં આવી છે.
મોરબી જિલ્લા જીપીસીબી ની કામગીરી સામે અગાઉ પણ સવાલો ઊભા થયા છે ત્યારે ફરી એક વખત આ પ્રકારે કોઈ ફેકટરી દ્વારા મોરબીનાં લોકો સાથે આ પ્રકારે ચેડાં કરવામાં આવતા હોવા છતાં પગલાં ભરવામાં આવતા નથી જેથી આવી ફેકટરીઓને કાયદાનો ડર રહેતો નથી અને આ પ્રકારે પોતાની મનમાની કરતા રહે છે હવે આ વિડીઓ બાબતે કઈ પ્રકારની કામગીરી કરવામાં આવે છે તે જોવું રહ્યું.
Advertisement
Next Article
Advertisement