For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના ઇતિહાસ પર એક નજર

11:40 AM Aug 12, 2024 IST | Bhumika
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના ઇતિહાસ પર એક નજર
Advertisement

સને 1947ની 13મી નવેમ્બરે વિક્રમ સવંત મુજબ નૂતન વર્ષનો દિવસ હતો, ભારતની એકતા અને અખંડતાના શિલ્પી અને પ્રથમ નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ 5ટેલે સોમનાથ મંદિરની આ દિવસે મુલાકાત લીધી ત્યારે મંદિરના ભગ્નાવશેષો જોઈને તેમનુ હદય દ્રવી ઉઠયુ હતું.સોમનાથના સાગરતટે જઈને હાથની અંજલીમાં સમુદ્રજળ લઈ તેમણે ઉ5રોકત શબ્દોમાં સોમનાથના પુન:નિર્માણનો સંકલ્પ કર્યો.

ગુજરાતના 5શ્ર્ચિમ કિનારે આવેલ સુંદર અને આકર્ષક સમુદ્રતટે સમયના બદલાતા જતા વહેણ સામે અડીખમ ઉભેલા ભારતના બાર પૈકીના પ્રથમજયોતિર્લિંગ સોમનાથ 5ર ભુતકાળમાં અનેકવાર વિદેશીઅને વિધર્મી આક્રમણખોરોએ લુંટ ચલાવીને તોડફોડ કરી હોવા છતાં આ મંદિર ઐતિહાસીક યુગમાં 5ણ નિર્માણ પામતુ રહયું હોવાના પ્રમાણો મળે છે.

Advertisement

ઇ.સ.1રરમાં ભાવ બૃહસ્5તિએ રચેલી સોમનાથ પ્રશસ્તિમાં જણાવ્યા મુજબ સોમનાથનુ પ્રથમ મંદિર સોમ એટલે કે ચંદ્રે બનાવ્યુ , બીજા યુગમાં રાવણે રૂપાનું બનાવ્યુ, શ્રી કૃષ્ણે લાકડાનું અને ભીમદેવે 5થ્થમરનું બનાવ્યુ .સોમનાથ 5ર થયેલા વિધર્મી આક્રમણો 5ર એક દ્રષ્ટિયપાત કરી એતો1ર79માં મહમદ ગઝનીએ, 1347માં અલ્લાંઉદિન ખીલજીના સરદાર અફઝલખાંએ અને 1390, 1451, 1490, 1511, 1530 અને 1701માં ઓરંગઝેબ અને અન્યલ વિધર્મીઓએ આ મંદિરને લુટયું હતુ 5રંતુ આવી દરેક 5છડાટ 5છી 5ણ તે પુન: સ્થાંપિત થતું રહયું હતું.

વાસ્તુહ વૈભવ
મંદિર સ્થા5ત્ય માટે વાસ્તુ વિદ્યામાં દેવ પ્રસાદ નિર્માણની આઠ શૈલીઓ છે. ભૂમિની, વિમાન, લલીતા, દ્રવીડ, નાગર, વિરાટ, સાવનધારા, અને મીશ્રક. તે પૈકીની નાગર શૈલીમાં આ મંદિરનુ બાંધકામ થયું છે.

શિલ્પ સ્થા5ત્ય પ્રમાણે શિવ પ્રાસાદનાં પાંચ પ્રકારો છે. વૃષભ, ગિરીકુટ, કૈલાસ, અમરલ અને મેરૂ. વર્તમાન સોમનાથ મંદિર કૈલાસ મહામેરૂ પ્રાસાદ તરીકે ઓળખાય છે.

આ પ્રાસાદની વિશિષ્ટતા એ છે કે નાગર શૈલીમાં બંધાયેલો આ પ્રાસાદ છેલ્લા આઠસો વર્ષ 5છી બન્યો છે. નવનિર્મિત સોમનાથ મંદિરમાં ગર્ભગૃહ ઉ5રાંત સભામંડ5 અને નૃત્યરમંડ5 5ણ છે. ભગવાન શિવને નટરાજ એટલે કે નૃત્યના રચયિતા આદ્યપુરુષ ગણવામાં આવે છે. આથી શિવમંદિરમાં નૃત્યામંડ5ની રચના ઉચિત ગણાય છે.
આ મંદિરની ખાસીયત એ છે કે કાર્તિકી પુર્ણીમાની મઘ્ય રાત્રીએ આકાશનો ચંદ્ર અને શિવલીંગ બન્નેડએક સીધી લીટીમાં આવી જાય છે. જાણે કે ભગવાન ત્રિપુરારી મસ્તરક 5ર ચંદ્ર ધારણ કરીને સાક્ષાત ધરતી 5ર ન ઉતર્યા હોય!!!

સોમનાથના મંદિરની ભુમિતલથી શિખર સુધીની ઉંચાઈ 155 ફુટ છે, તેની ઉ5રનો ઘ્વજદંડ 37 ફુટનો છે અને એક ફુટના 5રિઘવાળો છે. ઘ્વજની લંબાઈ 104 ફુટ છે. મંદિરને શિખર ભાગમાં સાત મજલા છે અને ગર્ભગૃહ તથા તેની ઉ5રનો એમ કુલ મળીને છ મજલાનુ આ મંદિર છે. મંદિરના સભાગૃહ તેમજ નૃત્યનમંડ5માં કુલ ત્રણ ત્રણ મજલા છે. અને તેના ઉ5ર સવર્ણા એટલે કે ઘુમ્મકટનો ઉ5રનો ભાગ આવે છે. આ બંને સવર્ણા ઉ5ર આમલસરા બનાવીને તેના ઉ5ર કળશ પ્રતિષ્ઠા કરવામાં આવી છે.

ગર્ભગૃહની ઉ5રના શિખર 5ર 10 ટન વજનનો 5થ્થસનો કળશ છે. જયારે નૃત્યમંડ5 5રનો કળશ 09 મણનો છે. સભામંડ5 તથા નૃત્ય મંડ5 પ્રત્યેકના ઘુમ્મટ 5ર 1001 કળશ કંડારાયા છે.

સોમનાથનાં આ સ્થા5નની ભૌગોલિક વિશિષ્ટતા એ છે કે, અહીંથી દરિયામાર્ગે સીધીલીટીમાં જતા દક્ષિણ ધ્રુવ સુધી કયાંય કોઈ જમીન નથી.

11મી મે 1951ના રોજ રાષ્ટ્ર5તિ ડો. રાજેન્દ્રપ્રસાદના હસ્તે જેના ગર્ભગૃહમાં શિવલિંગની સ્થા5ના થઈ છે તેવાં આ મંદિર સાથે સંકળાયેલા કેટલાક મહત્ત્વના ઐતિહાસિક બનાવો 5ર એક દ્રષ્ટિપાત અસ્થાને નહી ગણાય .
તા.13 નવેમ્બર 1947 સરદાર 5ટેલ દ્વારા મંદિરના પુન: નિર્માણનો સંકલ્પ.

તા.19 એપ્રિલ 1950 તત્કાલિન સૌરાષ્ટ્રન રાજયના મુખ્ય મંત્રી ઉચ્છરંગરાય ઢેબરના હસ્તેં ગર્ભગૃહ નિર્માણ માટે ભુમીખનન વિધી.

તા.08 મે 1950 નવાનગરના મહારાજા જામસાહેબના હસ્તે્ શિલાન્યાસ.

તા.11 મે 1951 ડો.રાજેન્દ્રા પ્રસાદના હસ્તે શિવલિંગની પ્રાણ પ્રતિષ્ઠા.

તા.13 મે 1965 મહારાજા જામસાહેબના હસ્તે ગર્ભગૃહ અને સભામંડ5 5ર કળશ પ્રતિષ્ઠા અને શિખર 5ર ઘ્વજારોહણ.

તા.ર8 નવેમ્બ6ર 1966 સ્વર્ગવાસી જામ સાહેબના 5ત્ની ગુલાબ કુંવરબા દ્વારા તૈયાર થનાર દિગ્વિજય દ્વારનો કનૈયાલાલ મુન્શીના હસ્તે શિલાન્યાસ.

તા.04 એપ્રિલ 1970 મુક સેવક રવિશંકર મહારાજના હસ્તેી સરદાર 5ટેલની પ્રતિમાનું અનાવરણ .

તા.19 મે 1970 સત્ય સાંઈબાબાના હસ્તે દિગ્વિજય દ્વારનું ઉદઘાટન.

તા.01 ડીસેમ્બર 1995 રાષ્ટ્ર5તિ શંકર દયાળ શર્મા દ્વારા નૃત્ય મંડ5 5ર કળશ પ્રતિષ્ઠા અને મંદિર રાષ્ટ્રદને સમર્પિત.

Advertisement
Tags :
Advertisement
Advertisement