For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વિશ્ર્વામિત્રી 29.36 ફૂટની ભયજનક સપાટીએ, હાઇવે ઉપર લાંબો જામ

11:19 AM Jul 26, 2024 IST | Bhumika
વિશ્ર્વામિત્રી 29 36 ફૂટની ભયજનક સપાટીએ  હાઇવે ઉપર લાંબો જામ
Advertisement

કાલાઘોડા અને મંગલ પાંડે બ્રિજ બંધ કરાયા, નીચાણવાળા વિસ્તારોમાંથી શરૂ કરાયું સ્થળાંતર

ભરૂચ નજીક હાઇવે ઉપર ખાડાઓના કારણે વાહનોની પાંચ કિલોમીટર લાંબી કતાર

Advertisement

દક્ષિણ ગુજરાતમાં સતત બે દિવસ પડેલા ભારે વરસાદના કારણે સુરતના ખાડી વિસ્તારો અને બરોડાના નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ જોવા મળે છે. રસ્તાઓ પણ ભાંગી પડ્યા હોવાથી વાહન વ્યવાહરને ભારે અસર થઇ છે. તો ભરૂચ નજીક નેશનલ હાઇવેમાં મોટા ગાબડા પડી જતા હાઇવે ઉપર ઠેર ઠેર ચક્કાજામ જેવી સ્થિતિ સર્જાયેલ છે.વિશ્ર્વામિત્રી નદીએ રાત્રે 29.36 ફૂટની ભયજનક સપાટી વટાવતા તંત્ર એલર્ટ બન્યું છે અને કાલાઘોડા તથા મંગલપાંડે બ્રિજ બંધ કરાયા છે અને નીચાણવાળા વિસ્તારોમાંથી સ્થળાંતર શરૂ કરાયું છે.
ભરૂચ જીલ્લામાં ભારે વરસાદ ખાબકતાં જિલ્લામાથી પસાર થતો નેશનલ હાઇવે નંબર-48 બિસમાર જોવા મળતા ટ્રાફ્કિજામની પરિસ્થિતિ સર્જાતા થતાં વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે.

અંકલેશ્વર હાઇવે ઉપર આમલાખાડી બ્રિજ ઉપર મસમોટા ખાડાઓને પગલે સુરત તરફ્ જતી લેન પર 5 કિલોમીટર લાંબો ટ્રાફ્કિજામ સર્જાતા વાહનોની કતારો જોવા મળી હતી. જ્યારે વરસાદના કારણે બિસ્માર માર્ગ અને વાલિયા ચોકડી નજીક સાંકડો માર્ગ હોવાથી રોજિંદી સમસ્યા ઉદભવી છે તેવામાં જિલ્લા ટ્રાફ્કિ પોલીસ જવાનો આમલાખાડીના બ્રિજ પાસે ખડેપગે ટ્રાફ્કિ મેનેજ કરતાં નજરે પડયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે આમલાખાડી બ્રિજ ઉપર પડેલ ખાડાઓનું યોગ્ય પુરાણ કરવામાં આવે તે જરૂરી છે. બરોડામાં પૂરની સ્થિતિ વચ્ચે આજવાના ઉપરવાસમાં વરસાદથી સરોવરની સપાટી 212.15 ફૂટ વટાવી ગઈ છે. ત્યારે સરોવરમાંથી પાણી ઓવરફ્લો થતાં ગુરુવારે વગર વરસાદે વિશ્વામિત્રી ભયજનક સપાટી વટાવી રાત્રે 12-13 કલાકે 29.36 ફૂટ થઈ હતી. જ્યારે કાલાઘોડા અને મંગલ પાંડે બ્રિજ બંધ કરી બેરિકેડ મૂકીને પોલીસ જવાનોને તૈનાત કરાયા હતા. બીજી તરફ નિચાણવાળા વિસ્તારોમાં પાણી પ્રવેશતાં રહીશોનું સ્થળાંતર શરૂૂ કરાયું હતું.

ફાયરબ્રિગેડે એનાઉન્સમેન્ટ કરી લોકોને સલામત સ્થળે જવા જણાવ્યું હતું.શહેરમાં બુધવારે 12 કલાકમાં 14 ઈંચ વરસાદ ખાબકતાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. જ્યારે ઉપરવાસમાં વરસાદથી આજવાની સપાટી ગુરુવારે 212.15 ફૂટ સુધી પહોંચી હતી. 15 ઓગસ્ટ સુધી આજવાની સપાટી 211 ફૂટ સેટ કરાય છે અને વધારાનું પાણી ઓવરફ્લો થઈ વિશ્વામિત્રીમાં આવે છે. જોકે શહેરમાં પૂર જેવી સ્થિતિથી વિશ્વામિત્રીમાં પાણી વધ્યું હોવાથી તંત્રે 211 ફૂટને બદલે 212 ફૂટે દરવાજા સેટ કર્યા હતા.

ગુરુવારે શહેરમાં વરસાદ ન પડતાં મોટાભાગના વિસ્તારમાંથી પાણી ઊતરી ગયાં હતાં, પરંતુ વિશ્વામિત્રીની સપાટી 28 ફૂટની આસપાસ રહી હતી. બપોર બાદ આજવામાંથી પાણી ઓવર ફ્લો થયું હતું, જેથી મોડી રાત સુધી વિશ્વામિત્રીની સપાટી વધવાની શક્યતા છે. વિશ્વામિત્રીની સપાટી વધતાં સાંજે 4.47 કલાકે કાલાઘોડા બ્રિજ અને રાત્રે 10 વાગ્યાના સુમારે મંગલ પાંડે બ્રિજ બંધ કરાયા હતા. ટ્રાફિક ડીસીપી જ્યોતિ પટેલે કહ્યું કે, સુરક્ષાના કારણોસર બ્રિજ બંધ કરાયા છે. વાહનચાલકો અન્ય બ્રિજથી અવર-જવર કરી શકશે.

વિશ્વામિત્રીની જળસપાટી વધતાં કાલાઘોડા બ્રિજ ગુરુવાર સાંજના 4-47 કલાકથી બંધ કરી દેવામાં આવ્યો હતો, જેને લઈને રાહદારીઓને કોઈને તકલીફ ન પડે તે માટે ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ડેરી ડેનથી સૂર્યા પેલેસ હોટલ થઈને ભીમનાથ બ્રિજ થઈને જઈ શકાશે. બીજી તરફ ભારદારી વાહનો માટે કાલાઘોડા બ્રિજથી મહારાણી નર્સિંગ હોમ ચાર રસ્તાથી અકોટા બ્રિજ થઈને અટલ બ્રિજ, શાસ્ત્રી બ્રિજ, ફતેગંજ બ્રિજની નીચેથી બુલ ચાર રસ્તાથી કાલાઘોડા ચાર રસ્તા તરફ જઈ શકાશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement