પોરબંદરનાં રાજપરમાં વાડામાં દીપડો ત્રાટક્યો: 2 પાડરડાં, 1 વાછરડી ફાડી ખાધા
પોરબંદર તાઅલુકાના રાજપર(નવાગામ) ગામે ગઈ રાત્રીના એક દીપડાએ માલધારી અરજનભાઈ સુરાભાઈ સિંધલના ગામમાં આવેલ વાડામાં 10 જેટલા બાંધેલાં ગાય,ભેંસ તથા વાછરડાં અને પાડરડાંમાંથી બે પાડરડાં અને એક વાછરડીનો શિકાર કરી મારી નાખતાં અને રાજપર(નવાગામ) ગામે દિપડો ચડી આવતા ભયનો માહોલ છવાય ગયો છે. બરડા ડુંગરમાં વસવાટ કરતા દિપડા-નવાર ગ્રામ્ય વિસ્તારોમાં પહોંચી જાય છે અને પશુઓનાં મારણ કરે છે. ત્યારે પોરબંદરનાં ગોસા(ઘેડ) અને રાજપર(નવાગામ) ગામે ગઈ કાલે મોડી રાતના મંગળવારે દિપડો આવી પહોંચ્યો હતો અને ગામામાં માલધારીએ તેમના વાડામાં બાંધેલ 10 પશુઓમાંથી નાના બે પાડરડાં અને એક વાછડીનુંમાં એક વાછરડીનું દીપડાએ મારણ કરતા ભયનો માહોલ જોવા મળ્યો હતો. ગામ્ય પંથકમાં દિપડાની રંજાળ સામાન્ય બની ગઇ છે. તેમ ગ્રામ્ય વિસ્તારોમાં અવાર-નવાર દીપડી પહોંચી જાય છે અને પશુઓનાં મારણ કરે છે. ત્યારે પોરબંદર તાલુકાના ગોસા(ઘેડ) ગામે ગામામાં પ્રવેશતાં મેઈન રોડને અડીને આવેલ વાડામાં પશુઓ બાંધેલ હતાં ત્યારે ગૌશાળાના ખેતરમાંથી આવીને ગત તા.5 ના વહેલી સવારના ખીમાભાઈ કાનાભાઈ આગઠ માલીલીના બાંધેલ પશુઓમાંથી નાના પાડરાને શિકાર કરવાની પેરવી કરતાં ડોક પકડીને ડીપડાએ મારણ કરવાની કોષીશ કરતાં અને કુતરાઓએ રાડારાડ કરી મુકતાં ડીપડાએ પાડરાને ગળાના ભાગે ગંભીર ઈજા પહોચાડી લોહી લોહાણ કરીને નિકળી જતાં પશુઓ બચી ગયાં. જ્યારે તે જ દિવસની મોડી રાત્રીના તે દીપડો રાજપર(નવાગામ) ગામે માલધારી અરજનભાઈ સુરાભાઈ સિંધલે ગામમાં આવેલ વાડામાં બાંધેલાં 10 જેટલા ગાય,ભેંસ તથા વાછરડાં અને પાડરડાંમાંથી બે પાડરડાં અને એક વાછરડીનો શિકાર કરી મારી નાખતાં રાજપર(નવાગામ) ગામે દિપડો ચડી આવતા ભયનો માહોલ છવાય ગયો છે.
રાજપર(નવાગામ) ગામે એક દિપડાએ મુકામ કર્યું છે બરડા ડુંગરમાંથી અને પોરબંદર વિસ્તારમાંથી વિહરતા વિહરતા તે છેક રાજપર તથા ગોસા(ઘેડ) ગામમાં પહોંચી આવ્યો છે. ગત મોડી રાતના રાજપર( નવાગામ)ગામે એક માલધારીની વાડીમાં બે પાડરડાં અને એક વાછરડીનુ મારણ કર્યાં સવારમાં માલધારી અરજનભાઈ પોતાના પશુઓને દોહવા ગયા તો એક સાથે એકી સાથી ત્રણપશુઓના દીપડાએ મારણ કરતાં માલધારીએ પોતાના વહાલસોયા પશુઓનુ દીપડાએ મારણ કરાતાં તેઓએ ફોરેસ્ટ વિભાગામાં જાણ કરેલી. ત્યારબાદ ગોસા(ઘેડ) ના સામાજીક કાર્યકર અને પશુ પ્રેમી વિરમભાઈ આગઠને જાણ કરતાં તેઓ તુરંત જ ઘટના સ્થળે દોડી જઈને ચોબારી બીટના ટીનાબેન પાંડાવદરને ઘટાનાની અંગે વાકેફ કરતાં તેઓ ફોરેસ્ટના જેઠાભાઈ સાથે તુરંત જ રાજપર (નવાગામ) ગામે ઘટના સ્થળે દોડી આવી ડીપડાએ મારણ કરેલ જગ્યાનું નિરિક્ષણ કરતાં બે પાડરડાંને એક વાછરડીનું મારણ ડીપડાએ કર્યાનું સ્વીકારેલ અને મારણ વાળી જગ્યાએ એક પાંજરૂૂ આજે મુકીને દિપડાને પાંજરે પુરવાની કાર્યવાહી હાથ ધરવાની તૈયારી બતાવેલ.તેમજ ફોરેસ્ટ વિભાગના નિતિ નિયમોને આધીન જે કાઈ સહાય મળતી હોય તેની કાર્યવાહી હાથ ધરવાની ખાત્રી અપી હતી. અને હજુ પણ પાંજરૂૂ તો ગોઠવાશે પણ મારણ કરેલી જગ્યાએ ફરી પાછો દિપડો આવતો હોય છે એટલે આજુ-બાજુની લોકોએ પણ સચેત રહેવાની સલાહ સુચન ફોરેસ્ટના ટીનાબેન પાંડાવદરાએ ઉપસ્થિત લોકોને આપી હતી.