For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કલાત્મક તાજિયાને અપાતો આખરી ઓપ, કાલથી બે દિવસ જુલૂસ

03:27 PM Jul 15, 2024 IST | admin
કલાત્મક તાજિયાને અપાતો આખરી ઓપ  કાલથી બે દિવસ જુલૂસ

મુસ્લિમ સમાજના મોહરમ પર્વનો રંગેચંગે પ્રારંભ થયા બાદ સતત 10 દિવસ ઉજવણી ચાલશે. મોહરમના સમાપનનાં અંતિમ દિવસોમાં એટલે કે આવતીકાલ તા.16ની સાંજે અને તા.17ની બપોરે શહેરનાં મુખ્ય રાજમાર્ગો પરથી કલાત્મક તાજિયાના જુલૂસ નિકળશે. આ માટે શહેરમાં અનેક જગ્યાએ મુસ્લિમ બિરાદરો કલાત્મક તાજિયા બનાવી રહયા છે. જાણકારોના મતે આકરી મહેનત વચ્ચે બનાવાયેલા તાજિયાને હવે આખરી ઓપ અપાઇ રહ્યો છે. આ માટે યુવા વર્ગ, વડિલોની મદદ, માર્ગદર્શન મેળવી રહ્યા છે.

Advertisement

રાજકોટ દર વર્ષે તાજિયાના ભવ્ય જુલૂસ બાદ 1થી 3 નંબરના આકર્ષક તાજિયાના ગૃપને ઇનામો આપી સન્માનવામાં આવે છે. એ સિવાય જયાં જયાં તાજિયાના ઝુલુસ નિકળે એ તમામ જાહેર માર્ગો પર સબીલ કમિટીઓ દ્વારા પ્રસાદી વિતરણનું પણ આયોજન કરવામાં આવે છે. આ માટે એટલે કે પ્રસાદીનાં આયોજન માટે પણ વડીલ મુસ્લિમ બિરાદરો જહેમતમાં લાગી રહ્યા છે. પ્રસ્તુત તસ્વીરોમાં શહેરના જુદાજુદા સ્થળોએ તૈયાર કરાયેલા કલાત્મક તાજિયાને આખરી ઓપ આપતા અબાલવૃધ્ધ મુસ્લિમ બિરાદરો જોવા મળે છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement