રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

લાયન સફારી પાર્કમાં બનશે 1.25 કરોડના ખર્ચે સરોવર

05:07 PM Mar 04, 2024 IST | admin
Advertisement

મહાનગરપાલિકા દ્વારા રાંદરડા તળાવની બાજુમાં આવેલ ફોરેસ્ટની જગ્યા ઉપર લાયન સફારી પાર્ક બનાવવા માટેની દરખાસ્ત સરકારમાં રજૂ કર્યા બાદ ગત માસે સરકારે મંજુરી આપી લાયન સફારી પાર્ક માટે ગ્રાન્ટ ફાળવતા મહાનગરપાલિકાએ ફેન્સીંગ તેમજ ઈન્ટરનલ રોડ રસ્તા અને પ્રાણીઓ માટેના સોલ્ડર બનાવવાની શરૂઆત કરી છે અને સાથો સાથ લાયન સફારી પાર્કમાં આવતા પાણીને રોકી તળાવ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જે તમામ કામો માટેનું ટેન્ડર પ્રસિધ્ધ કરાયું હોય ટુંક સમયમાં લાયન સફારી પાર્કની કામગીરી શરૂ થશે તેમ જાણા મળેલ છે.

Advertisement

શહેરના ઈસ્ટઝોન ખાતે આવેલ પ્રદ્યુમન પાર્ક પ્રાણી સંગ્રાહલયની પાછળ આવેલ ફોરેસ્ટ વિભાગની જમીન ઉપર લાયન સફારી પાર્ક બનાવવા માટેનું આયોજન કર્યા બાદ નવા બજેટમાં પણ ખર્ચની જોગવાઈ કરવામાં આવી છે. લાયન સફારી પાર્ક માટે રાજ્ય સરકાર પાસે મંજુરી માંગવામાં આવેલ જે ગત માસે મળી જતાં મહાનગરાપાલિકાએ લાયન સફારી પાર્કને લગતી તમામ પ્રકારની કામગીરી શરૂ કરી છે. કમિશનર વિભાગમાંથી પ્રાપ્ત થયેલિ વગત મુજબ લાયન સફારી પાર્ક ખાતે આવતા વરસાદી પાણીને રોકીને એકઠુ કરવામાં આવશે જેના માટે રૂા. 1.25 કરોડના ખર્ચે સરોવર તૈયાર કરવામાં આવશે. તેવી જ રીતે સફારી પાર્કમાં સહેલારણીઓ માટે ઈન્ટરનલ રોડ રસ્તા તૈયાર કરવામાં આવશે તેવીજ રીતે પ્રાણીઓને રાત્રીના રહેવા માટે નાઈટ સોલ્ડર બનાવવા માટેનું ટેન્ડર પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. મહાનગરપાલિકાએ સૌ પ્રથમ ફોરેસ્ટ વિભાગની જે જમીન લાયન સફારી પાર્ક માટે ફાળવવામાં આવી છે. જેના માટે ફેન્સીંગનું કામ શરૂ કરી દીધું છે અને હવે સરોવર તેમજ ઈન્ટરનલ રોડ રસ્તા અને નાઈટ સોલ્ડર માટેની ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જે પૂર્ણ થયા બાદ એક સાથે તમામ કામગીરી શરૂ કરવામાં આવશે. લાયન સફારી પાર્કમાં અલગ અલગ પ્રકારના આકર્શણો ઉભા કરવામાં આવશે. ત્યારે સાશણ સફારી પાર્કની જેમ રાજકોટના લાયન સફારી પાર્કમાં પણ સિંહ વિચરતા જોવાનો લ્હાવો સહેલાણીઓને પ્રાપ્ત થશે.

Tags :
gujaratgujarat newsLion Safari Parkrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement