રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

માંડાડુંગર પાસે મધરાત્રે શ્રમિક પર હુમલો કરી લૂંટ ચલાવી

05:55 PM Mar 23, 2024 IST | Bhumika
Advertisement

 

Advertisement

હોળી-ધૂળેટીના પર્વ પર રાજકોટ શહેરમાં ગુનાખોરી વધી ગઈ છે ત્યારે ગઈકાલે રાત્રે કારખાનેથી છુટીને ઘર તરફ જતાં શ્રમિક પર માંડાડુંગર પાસે ત્રણ અજાણ્યા શખ્સોએ આંતરી ઢીકાપાટુનો માર મારી ખીસ્સામાંથી 30 હજારની રોકડ રકમની લુંટ ચલાવી નાશી ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
આ બનાવ અંગેની જાણાવ મળતી વિગત મુજબ માંડાડુંગર મફતિયાપરામાં રહેતા ઈશ્ર્વર રામલાલ યાદવ ઉ..54 નામના શ્રમિક પ્રૌઢ ગઈકાલે રાત્રે માંડાડુંગર ઈન્ડસ્ટ્રીઝ એરિયામાં આવેલ કારખાનેથી છુટીને રાત્રીના દસેક વાગ્યે પગપાળા પોતાના ઘર તરફ જવા નિકળ્યા હતાં.

દરમિયાન માંડાડુંગરમાં સુનિલ નામનો શખ્સ અને તેની સાથે એક મહિલા સહિતના બે સખ્સોએ આંતરી ખીસ્સામાંથી બળજબરીથી રૂા. 30 હજાર પડાવી લઈ ઢીકાપાટુનો મારમારી નાશી છુટયા હતાં. જ્યારે ઘવાયેલા શ્રમિક પ્રૌઢને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલને ખસેડવામાં આવ્યા હતાં.

પોલીસની પ્રાથમિક પુછપરછમાં શ્રમિક મુળ વડોદરાના વતની હોવાનું અને ગઈકાલે રાત્રે કારખાનેથી પગાર અને મજુરીના પૈસા લઈ ઘરેજવા નિકળ્યા હતા આજે સવારે શ્રમિક પ્રૌઢ પોતાના વતન વડોદરામાં હોળી મનાવવા માટે પગાર અને મજુરીના પૈસા કારખાનેથી લીધા હતાં. જે લુંટાઈ ગયાનું જણાવ્યું હતું.આજીડેમ પોલીસે લુંટની ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી જઈ સીસીટીવી ફૂટેજના આધારે સઘન તપાસ હાથ ધરી છે.

Tags :
gujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement