રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

શાપર પાસે રોંગ સાઇડમાં આવતા ડબલસવારી બાઇકને બોલેરો ચાલકે ઉલાળતા શ્રમિક બંધુના મોત

01:16 PM Mar 11, 2024 IST | Bhumika
Advertisement

રાજકોટ ગોંડલ હાઈવે ગોજારો બન્યો હોય તેમ અવાર નવાર અકસ્માત સર્જાયા હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે ત્યારે વધુ એક બનાવમાં શાપરમાં કિશાન ગેઇટ સામે પુલ ઉપર રોંગ સાઈડમાં આવતા ડબલસવારી બાઇકને બોલેરો ચાલકે ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા શ્રમિક બંધુના મોત નીપજતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.

Advertisement

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં ગોંડલ રોડ ઉપર વાવડી વિસ્તારમાં રહેતો ચંદ્રપ્રકાશ દિનદયાલ વર્મા (ઉ.વ.32) અને તેનો મોટો ભાઈ વીરબહાદુર દિનદયાલ વર્મા સાંજના સાડા સાતેક વાગ્યાના અરસામાં કારખાનામાંથી છૂટ્યા બાદ ચંદ્રપ્રકાશ વર્માના ઘરે જવા બંને ભાઈઓ બાઈક લઈને નીકળ્યા હતા ત્યારે શાપરમાં કિશાન ગેઇટ સામે આવેલા પુલ ઉપર બંને ભાઈઓ ડબલ સવારીમાં રોંગ સાઈડમાં જઈ રહ્યા હતા ત્યારે સામેથી ધસી આવેલી બોલેરો કારના ચાલાકે રોંગ સાઈડમાં આવતા બાઈકને ઠોકરે ચડાવતા જીવલેણ અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા ચંદ્રપ્રકાશ વર્મા અને વીરબહાદુર વર્માને બેભાન હાલતમાં તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં બંને યુવકની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ પહેલા ચંદ્રપ્રકાશ વર્માએ અને બાદમાં વીરબહાદુર વર્માએ હોસ્પિટલના બિછાને દમ તોડી દેતા શ્રમિક પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.

પ્રાથમિક પૂછપરછમાં ચંદ્રપ્રકાશ વર્મા અને વીરબહાદુર વર્મા મૂળ ઉત્તર પ્રદેશના વતની છે અને ચાર ભાઈ હતા ચંદ્રપ્રકાશ વર્મા અને વીરબહાદુર વર્માને બે બે પુત્ર છે. અને કારખાનામાંથી કામ કરી બંને ભાઈઓ ચંદ્રપ્રકાશ વર્માના ઘરે જતા હતા ત્યારે જીવલેણ અકસ્માત હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે શાપર પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Tags :
accidentdeathgujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement