ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ભાવનગરમાં રસ્તો ઓળંગી રહેલા રત્નકલાકારનું બાઇક અડફેટે મોત

01:14 PM Sep 12, 2024 IST | Bhumika
Advertisement

સિહોરના ભાવનગર રોડ પર આવેલ બંધન પાર્ટી પ્લોટ પાસે રોડ ક્રોસ કરી રહેલ રત્નકલાકાર યુવાનનું બાઈક અડફેટે ગંભીર ઈજા થવાથી મોત નીપજ્યું હતું. અકસ્માતના આ બનાવ અંગે પ્રાપ્ત વિગત મુજબ શિહોરની સ્વસ્તિક સોસાયટી- 1, કોમલરાજ ગ્રાઉન્ડ પાછળ, બ્રહ્માકુમારી સંસ્થાની બાજુમાં રહેતા અને હીરા ઘસવાનું કામ કરતા અરવિંદભાઈ બાલાભાઈ ચાવડા ( ઉં.વ.37) હીરાના કારખાનેથી ઘરે પગપાળા પરત જઈ રહ્યા હતા ત્યારે ભાવનગર રોડ પર આવેલ બંધન પાર્ટી પ્લોટનાનાકા સામે રોડ ક્રોસ કરતી વખતેમોટરસાઈકલ નં.જી.જે.04- બી.એમ.6718 ના ચાલક રફિકભાઈ ઝીણાભાઈ રંગપરાએ અરવિંદભાઈને અડફેટે લેતા તેમને
ગંભીર ઈજા સાથે સારવાર અર્થે સિહોરના સરકારી દવાખાને ખસેડવામાં આવેલ જ્યાં તેમનું મોત નીપજ્યું હતું.આ બનાવ અંગે મૃતક યુવાનના ભાઈ ભરતભાઈ બાલાભાઈ ચાવડાએ મોટરસાઇકલના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા શિહોર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Advertisement

Tags :
bhavnagarbhavnagar newsdeathgujaratgujarat news
Advertisement
Next Article
Advertisement