ચોટીલામાં ચામુંડા માતાજીના મંદિરે હવન અષ્ટમીના દર્શનાર્થે ભાવિકોનું ઘોડાપુર ઉમટ્યું
બપોરના 2:30 કલાકે બીડું હોમવામાં આવેલ : ચામુંડા માતાજીનાં જયઘોષ સાથે ડુંગર ગુંજી ઉઠ્યો
રાજ્યનાં પ્રસિદ્ધ યાત્રાધામ ચામુડા માતાજી ચોટીલા ખાતે મંગળવારના રોજ આસો નવરાત્રિની હવન અષ્ટમી નો યજ્ઞ યોજાયેલ છે. ખાસ આ દિવસે નીજ મંદિર ખાતે બિરાજમાન માતાજીનાં અને અષ્ટમી ના યજ્ઞનો લાભ લેવા હજારો ભાવિકો વહેલી સવારથી જ ચોટીલા ખાતે પધાર્યા છે.
ખાસ આજે માતાજીને વિશેષ આભૂષણ અને અલંકારો સાથે અષ્ટમી સ્વરૂૂપે માતાજી ની દિવ્ય પ્રતિમાને શણગાર કરવામાં આવેલ છે. ચામુંડા માતાજીના ના લાખો ભાવિકોમાં અષ્ટમી ના નવચંડી યજ્ઞનું વિશેષ મહત્વ હોય છે, માતાજીના ડુંગર પર સવારે મહંત પરિવાર દ્વારા શાસ્ત્રોકત વિધિ વિધાન સાથે યજ્ઞનો પ્રારંભ કરાયો હતો અને આહુતિના અવસરનો લાભ લઈ ધન્યતા હજારો ભાવિકોએ અનુભવી હતી.
મધ્યરાત્રીનાં તળેટી બજાર ધમધમતી થયેલ હતી ડુંગર તળેટી પગથિયાનાં દ્વાર રાત્રીના 3:30 ના ભાવિકો માટે ખોલી નાખવામાં આવેલ હતા. અને વહેલી પરોઢનાં જ હજારો માઈ ભક્તો ચામુંડા માતાજીના જયઘોષ સાથે ડુંગર ઉપર પ્રયાણ કર્યુ હતું. સવારે શુભ મૂર્હતનાં મહંત પરિવાર દ્વારા અષ્ટમીના યજ્ઞનો વેદિક મંત્રોચ્ચાર સાથે પ્રારંભ કરાયો હતો જેમા બપોરના બિડુ હોમીને યજ્ઞ પૂર્ણ કરી મહાપ્રસાદ શરૂૂ થનાર છે જેનો લાભ લઈ ભાવિકો ધન્યતાનો અહેસાસ પ્રાપ્ત કરશે.
ચોટીલા ચામુંડા માતાજી અનેક જ્ઞાતિ ના કુળદેવતા છે. લાખો ભાવિકો દેશ વિદેશમાં વસી રહ્યાં છે. નવરાત્રિના દિવસો દરમ્યાન મોટી સંખ્યામાં ભાવિકો ચોટીલા ખાતે માતાજીના દર્શને આવે છે. જેઓ ચોટીલા ડુંગર ના 635 પગથિયાઓ ચડીને ડુંગર ટોચ ઉપર મંદિરમાં બિરાજતા માતાજીના ચરણોમાં શિષ નમાવી શ્રધ્ધા અને વિશ્વાસ આહેલકને પૂર્ણતા આપે છે. નવરાત્રીનાં પ્રારંભ થી આજ સુધીમાં એક અંદાજ મુજબ પાચ લાખ કરતા વધુ ભાવિકોએ ખાસ નવરાત્રી દર્શન નો લાભ લઈ માં ના શરણે શીષ ઝૂકાવી ધન્યતા અનુભવી હતી.