સોમનાથમાં કોળી સમાજના ચાલતા આંદોલનના 4થા દિવસે વિશાળ બાઇક રેલી નીકળી : કલેક્ટરને આવેદન
સોમનાથ ખાતે 1994 થી ઠરાવ કરી સોમનાથ ટ્રસ્ટ દ્વારા કોળી સમાજ ને જગ્યા આપવામાં આવેલ અને આ જગ્યા 30 વર્ષ થી કોળી સમાજ પાસે છે જેમા રામદેવપીર નુ મંદિર અને ગૌશાળા આવેલ છે જેમા અપંગ નિરાધાર અને અકસ્માત નો ભોગ બનેલ ગાયો ની સારવાર અને સેવા કરવામાં આવે છે તેમજ પ્રભાસ પાટણ મા કોળી સમાજ ની મોટી વસ્તી આવેલ છે અને સોમનાથ મા કોળી વેગડાજી ભીલ દ્વારા શહિદી આપેલ છે.
સોમનાથ ખાતે કોળી સમાજ ની જગ્યા મા નગરપાલિકા દ્વારા કોઈ જાતની જાણ વગર ગાયો ને વેરાવળ પાંજરાપોળ મા ટ્રાન્સફર કરવામાં આવેલ અને આ જગ્યા ના ડિમોલેશન કરવા જણાવ્યું પરંતુ સમાજ ના આગેવાનો ભેગાં થતાં ડિમોલેશ અટકી ગયેલ અને આ જગ્યા ઉપર કોળી સમાજ ના આગેવાનો અને લોકો દ્વારા આંદોલન શરૂૂ કરવામાં આવેલ જેમાં રામધૂન, કથા અને ગીર સોમનાથ અને જુનાગઢ જીલ્લા ના કોળી સમાજ ના આગેવાનો ની બેઠક મળલ અને આંદોલન ના ચોથા દિવસે વિશાળ બાઈક રેલી નુ આયોજન કરવામાં આવેલ જેમાં સમાજના આગેવાનો અને લોકો વિશાળ સંખ્યામાં જોડાયા અને કલેકટર ના માધ્યમ થી ભારત ના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ ને રજુઆત કરવામાં આવેલ છે અને આ જગ્યા કોળી સમાજ ને આપવા માગણી કરવામાં આવેલ છે.
આ બાઈક રેલી મા ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા, માંધાતા ગૃપ ના પ્રમુખ રામભાઇ ચૌહાણ, સમસ્ત કોળી સમાજ ના પ્રમુખ લખમણભાઇ સોલંકી, સુત્રાપાડા કોળી સેના ના પ્રમુખ દેવેન્દ્રભાઈ સોલંકી, મોટા કોળી સમાજ ના પ્રમુખ દિનેશભાઇ બામણીયા, નાના કોળી સમાજ ના પ્રમુખ પ્રવિણભાઇ ચુડાસમા, વેરાવળ કોળી સમાજ ના પ્રમુખ વીરજીભાઈ જેઠવા સહિત ના આગેવાનો ના માર્ગદર્શન હેઠળ મોટી સંખ્યામાં સમાજના યુવાનો બાઈક રેલી મા જોડાયા હતા.
આ આંદોલન ને સોમનાથ સોપીગ સેન્ટર ના દુકાનદારો, પાથરણા વાળા દરીયા કિનારે ચોપાટી ઉપર ના દુકાનદારો અને પ્રભાસ પાટણ ના મુખ્ય બજાર ના વેપારીઓ એ દુકાનો બંધ રાખી આંદોલન ને સમર્થન આપ્યું હતુંઅને આ જગ્યા કોળી સમાજ ને ફાળવાયા નહીં આવે તો ભુખ હડતાલ અને ગુજરાત લેવલ નુ સંમેલન બોલાવવામાં આવશે