મવડીમાં ભાઇએ વેચેલું મકાન બીજા ભાઇએ પચાવી પાડતા લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો
મવડી સર્વે નંબરમાં આવેલી પુનિતનગર કો-ઓપરેટીવ હાઉસિંગ સોસાયટીમાં આવેલું મકાન પચાવી પાડવા અંગે આરોપી ભરત વલ્લભદાસ નિમાવત (ઉ.વ.62) વિરૂૂધ્ધ લેન્ડ ગ્રેબિંગ હેઠળ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે તેની ધરપકડ કરી તપાસ આગળ ચલાવી વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે.
વધુ વિગતો અનુસાર,ગોંડલ રોડ પરના ન્યુ ખોડિયારનગર શેરીનં.13માં રહેતાં અને વેફરની કંપનીમાં નોકરી કરતાં કિરીટભાઈ પારેડી (ઉ.વ.30)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, તેના પત્ની પાયલબેનના નામે 2021માં મનસુખ વલ્લભદાસ નિમાવત પાસેથી પુનિતનગર કો-ઓપ. હાઉસિંગ સોસાયટીમાં આવેલું 92 ચો.વારનું મકાન રૂૂા.12 લાખમાં ખરીદ કર્યું હતું.અગાઉ આ મકાન મનસુખભાઈના પિતાની માલીકીનું હતું.જેનું અવસાન થતાં તેની સીધીલીટીના વારસદાર દરજજે મનસુખભાઈએ વારસાઈ સર્ટીફીકેટ મેળવ્યું હતું.જેના આધારે તેણે મકાનનો દસ્તાવેજ કરી આપી તેનો કબ્જો પણ સોંપી દીધો હતો.જે-તે વખતે જાહેર નોટીસ આપી હતી ત્યારે કોઈ વ્યક્તિએ વાંધો લીધો ન હતો.
મકાન જૂનું હોવાથી તેનું રીનોવેશન કરાવવાનું નકકી કરી ત્યાં સુધી પોતાનું તાળું મારી દીધું હતું. ગઈતા.25-9-20રરના રોજ રીનોવેશન માટે તે મકાન પર જતાં દરવાજો ખુલ્લો જોવા મળ્યો હતો.અંદર ભરતભાઈ તેના પરિવાર સાથે રહેતા હોવાનું જાણવા મળ્યું હતું.જેથી તેને મકાન પોતે ખરીદ કર્યાનું જણાવી કબ્જોસોંપવાનું કહેતાં ઉશ્કેરાઇ કહ્યું કે આ મકાન અમારા વડીલોપાર્જીતનું છે હવે ખાલી નથી કરવું.આમ ઉગ્રતા દર્શાવતા મકાન વેચનાર તેના ભાઈ મનસુખભાઈનો સંપર્ક કરતાં તેણે કહ્યું કે તેના ભાઈનો મકાનમાં કોઈ હકક-હિસ્સો નથી.આ મામલે લેન્ડ ગ્રેબીગ હેઠળ ફરિયાદ નોંધાવી હતી.