જસદણના ચિતલિયા રોડને પહોળો કરવા રૂા.3.52 કરોડની ગ્રાન્ટ કરાઇ મંજૂર
મંત્રી કુંવરજીભાઇ બાવળિયા, પૂર્વ કોર્પોરેટર ચોહલિયા સહિતના આગેવાનોની રજૂઆતને સફળતા
જસદણ શહેરના કાલાવડ રોડ સમા ચિતલીયા રોડ વોર્ડ નંબર 5 ને ડિવાઇડર સાથે પહોળો કરવા રૂૂપિયા સાડા ત્રણ કરોડ જેવી મતદાર રકમ મંજુર કરાવવા બદલ જસદણ વિછીયાના ધારાસભ્ય તથા રાજ્ય સરકારના જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા નો આ વિસ્તારના પૂર્વ કોર્પોરેટર અને વિવિધ આગેવાનો દ્વારા કોટી કોટી આભાર પ્રગટ કરવામાં આવ્યો છે શહેરના સરદાર ચોકથી પ્રજાપતિ સમાજની વાડી સુધી ડિવાઇડર અને ફૂટપાથ સાથે રોડ પહોળો હોય અને ત્યાંથી ખારી સુધીનો રોડ સાંકડો હોય તે બાબતે વિસ્તારના પૂર્વ કોર્પોરેટર નરેશભાઇ ચોહલીયા તેમજ અહીંના શિક્ષણ વિદ્દો આગેવાનો દ્વારા અવારનવાર ધારાસભ્ય મંત્રીને રજૂઆત કરેલ તેને ધ્યાને લઈ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા દ્વારા આર એન બી પંચાયતમાં આવતો રોડ તત્કાલ પાલિકામાં ભેળવી અને વિકાસ પથ જાહેર કરેલ છે.
આ રોડમાં બંને સાઈડ ફૂટપાથ વચ્ચે ડિવાઈડર સ્ટ્રીટ લાઈટ સહિત ખારી સુધી આ રોડને પહોળો કરવામાં આવશે સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત આ રોડ મંજૂર થયેલ છે નગરપાલિકાના ચીફ ઓફિસર રાજુભાઈ શેખ સહિત પાલિકા તંત્ર દ્વારા આ રોડ ની કામગીરી અંગે કવાયત હાથ ધરવામાં આવી છે હાલ ચિતલીયા રોડની કામગીરી અંગે શહેરી સડક યોજનાની 3.52 કરોડની ગ્રાન્ટ માંથી રૂૂપિયા એક કરોડ 41 લાખ નગરપાલિકાને ચૂકવી દેવામાં આવ્યા છે જેથી ટૂંક સમયમાં જ આ રોડની કામગીરી શરૂૂ થશે આ ગ્રાન્ટ મંજૂર કરવા બદલ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ ગુજરાત સરકારના કેબિનેટમંત્રી અને જસદણ વિસ્તારના ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળીયાનો વોર્ડ નંબર 5 ચેતલીયા રોડના કોર્પોરેટર નરેશભાઈ ચોહલીયા સહિત આ વિસ્તારના આગેવાનો શિક્ષણ વિદો દ્વારા આભાર પ્રગટ કરવામાં આવ્યો છે.