રાજકોટના ખોખળદડ પાસે અકસ્માતમાં ઘવાયેલા ગોંડલના પરિણીતાનું સારવારમાં મોત
10 દિવસ પૂર્વે પરિણીતા તેની બહેનપણી સાથે સ્કૂટર પર રાજકોટ મોલમાં ખરીદી કરવા આવી હતી
કોઠારીયા નજીક ખોખડદળ અને લોઠડા ચોકડી વચ્ચે ગત પાંચમી તારીખે સાંજે બોલેરો અને ટુવ્હીલર વચ્ચે અકસ્માત સર્જાતા બોલેરોમાં બેઠેલા દસથી વધુ મજુરો પૈકી ચારથી પાંચને અને ટુવ્હીલર પર બેઠેલા ગોંડલના બે મહિલા મળી છ લોકોને ઈજા થઈ હતી.
મજુરો લોઠડાથી કડીયા કામ કરીને પરત રાજકોટ તરફ આવી રહ્યા હતાં.જ્યારે ગોંડલના બે બહેનપણી રાજકોટ મોલમાંથી ખરીદી કરી ગોંડલ જઈ રહ્યા હતાં ત્યારે બનાવ બન્યો હતો.સારવાર દરમિયાન એક મહિલાનું મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઈ ગયો હતો.
વધુ વિગતો મુજબ,સાંજે ખોખડદળ અને લોઠડા વચ્ચે પાંચમીએ બોલેરો અને ટુવ્હીલર વચ્ચે અકસ્માત સર્જાતા બોલેરો ચાલકે કાબુ ગુમાવતાં પલ્ટી ખાઈ ગયું હતું.
તેના કારણે અંદર બેઠેલા આજીડેમ ચોકડી ગૌશાળા નજીક તથા એ વિસ્તારમાં રહેતાં દસેક મજુરોમાંથી ચારને ઈજાઓ થઈ હતી.મજુરોમાં ઓરીસ્સાના જાદુમની તારાચંદ નાયક, તેની સાથેના તેના પત્નિ પદમાવતી, કોઠારીયાના લાલીબેન કમલ ભુરીયા,વનીતા રાજુ વસુનીયા નામની બાળકી તેમજ સામે એક્ટીવા પર બેઠેલા ગોંડલ આશાપુરા સોસાયટીના સોનબલા ગજેન્દ્રસિંહ વાઘેલા (ઉ.1.36) અને તેમના બહેનપણી ધારાબા જાડેજાને ઇજાઓ થઇ હતી.
સારવાર દરમિયાન મકરસંક્રાંતિની રાતે સોનલબાએ દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાયો હતો.તેમના પતિ ટોલનાકામાં કામ કરે છે.
સંતાનમાં એક પુત્ર છે. પડોશી ધારાબા ઇમિટશેનનું કામ કરતાં હોઈ તેઓ રાજકોટ તેનો સામાન લેવા આવતાં હોઈ તેમની સાથે સોનલબા મોલમાંથી ખરીદી કરવા માટે આવ્યા હતાં.બંને પરત ગોંડલ જતાં હતાં ત્યારે બનાવ બન્યો હતો.સિવિલ હોસ્પિટલ ચોકીના રામશીભાઈ વરૂૂ, અશ્વિનભાઈ, તૌફિકક્ભાઈ, ભાવેશભાઈ, ધર્મેન્દ્રભાઈએ આજીડેમ પોલીસને જાણ કરી હતી.