સાયલાના છડિયારા ગામે એસિડ પી લેનાર યુવતીએ દમ તોડ્યો
ગોંડલમાં યુવાને ફિનાઇલ પી લેતા તબિયત લથડી
સાયલાનાં છડીયારા ગામે રહેતી યુવતીએ કોઇ અગમ્ય કારણસર એસીડ પી લીધુ હતુ. યુવતીનુ રાજકોટ સારવારમા મોત નીપજતા પરીવારમા અરેરાટી સાથે ગમગીની છવાઇ જવા પામી હતી.
આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ સાયલાનાં છડીયારા ગામે રહેતી રમીલાબેન રામભાઇ પરમાર પાંચ દિવસ પુર્વે પોતાનાં ઘરે હતી. ત્યારે કોઇ અગમ્ય કારણસર એસીડ પી લીધુ હતુ.
યુવતીને સારવાર માટે રાજકોટ ખાનગી હોસ્પીટલ ખાતે ખસેડવામા આવી હતી. જયા તેનુ સારવાર દરમ્યાન મોત નીપજતા પરીવારમા અરેરાટી સાથે ગમગીની છવાઇ જવા પામી છે. મૃતક યુવતી બે ભાઇ 1 બહેનમા મોટી હોવાનુ જાણવા મળ્યુ છે.
બીજા બનાવમા ગોંડલમા આવેલા આવકાર સોસાયટીમા રહેતા હિતેશ અશ્ર્વિનભાઇ સોલંકી (ઉ.વ. 38) એ ગોંડલમા આવેલી મોટી બજારમા હતો. ત્યારે કોઇ અગમ્ય કારણસર ફીનાઇલ પી લીધુ હતુ. યુવકને ઝેરી અસર થતા સારવાર માટે રાજકોટ સિવીલ હોસ્પીટલ ખાતે ખસેડાયો હતો. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.