ટીસી પર ચઢી ગયેલ બાળકીને વીજશોક લાગતા ઘટનાસ્થળે મોત
નવા દેરાળા ગામે બાળકી ટીસી પર ચડી જતા ઇલેક્ટ્રિક શોર્ટ લાગતા મોત થયું હતું માળિયા પોલીસે બનાવ મામલે વધુ તપાસ હાથ ધરી છે. મૂળ છોટા ઉદેપુરના વતની અને હાલ માળિયા તાલુકાના નવા દેરાળા ગામે રહેતા રમેશભાઈ માંગતીયાભાઈ ભીલની 5 વર્ષની દીકરી મીના ગામના પાદરમાં આવેલ ટ્રાન્સફોર્મર ઉપર ચડી જતા બાળકીને વીજશોક લાગતા મોત થયું હતું માળિયા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે.
મહિલાએ અધુરા માસે જન્મ આપતા બાળકનું મૃત્યુ
મૂળ પોરબંદર જીલ્લાના વતની અને હાલ મોરબીના જાંબુડિયા ગામે ઇટાકા કારખાનામાં રહીને કામ કરતા મહેક્બેન રાજુભાઈ મલેક નામની મહિલા પ્રેગ્નેન્ટ હોવાથી પેટમાં દુખાવો ઉપડતા શહેરની ખાનગી હોસ્પીટલમાં સારવાર માટે ખસેડાયા હતા અને અધૂરા માસે મહિલાએ નોર્મલ ડીલીવરીથી બાળકને જન્મ આપ્યો હતો. મોરબી સરકારી હોસ્પિટલ લઇ જતા નવજાત બાળકનું મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે બનાવ મામલે વધુ તપાસ ચલાવી છે.