જૂનાગઢ સિવિલમાં સારવાર લેતી કોડીનારની યુવતીનો ત્રીજા માળેથી ઝંપલાવી આપઘાત
જુનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે આવેલી યુવતીએ હોસ્પિટલના ત્રીજા માંળેથી ઝંપલાવી આપઘાત કરી લેતા હોસ્પિટલ વર્તુળ તેમજ લાગતા વળગતાઓમાં અને રાતી વ્યાપી જવા પામી હતી આ સમાચારના પગલે શહેર ભરમાં ચકચાર વ્યાપી જવા પામ્યો હતો ઘટનાના પગલે હોસ્પિટલ સ્ટાફ તાત્કાલિક બનાવનાર સ્થળે પહોંચી ઈમરજન્સી વિભાગમાં લઇ સારવાર આપી હતી પરંતુ સારવાર કારગત નીવડે તે પહેલા સારવાર દરમિયાન યુવતીનું મોત નીપજ્યું હતું
બનાવની પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત અનુસાર આજે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે બપોર પછીના સુમારે કોડીનારના દેવલપુર ગામ થી સારવાર માટે આવેલ વર્ષાબેન માલાભાઈ ભેડા (ઉ.વ.23). વાળી યુવતી તેના પરિવાર સાથે આવેલ સાથે આવેલ ભાઈ કેસ કઢાવવા માટે કેસ બારી તરફ ગયેલ ત્યારે સાથે રહેલી માતાથી વિખુટી પડી સિવિલ હોસ્પિટલના ત્રીજા માળેથી ઝંપલાવી આપઘાત કરી લેતા સાથે નો પરિવાર પણ અવાચક થઈ ગયેલ.
યુવતીના ભાઈએ જણાવેલ કે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં યુવતી ની સારવાર ચાલુ છે આ બીજી વખત બતાવવા આવેલ ઘટનાના પગલે હોસ્પિટલ પરિસરમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી ફરજ પરના ડોક્ટર તેમજ નર્સ નો સ્ટાફ તાત્કાલિક બનાવના સ્થળે પહોંચી યુવતી ને તાત્કાલિક સારવાર વિભાગમાં સારવાર આપવાનું શરૂૂ કર્યું હતું સારવાર કારગત નિવડે તે પહેલા જ યુવતીનું કમકમાટી ભર્યું મોત નીપજવા પામ્યું હતું યુવતી જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે આવેલ હોવાનું સૂત્રો મારફત જાણવા મળી રહ્યું છે.
તેમજ યુવતીના આપઘાત ના કારણ જાણવા મામલે પોલીસે તપાસનો દોર શરૂૂ કર્યો છે 23 વર્ષીય યુવતીએ બીમારીથી કંટાળીને ત્રીજા માળેથી ઝંપલાવ્યું કે આપઘાતની પાછળ અન્ય કોઈ કારણ કારણ ભૂત છે તે મામલે હાલ પોલીસમાં પણ અટકળો સેવાઈ રહી છે ઘટનાના પગલે શહેર ભરમાં અરેરાટી સાથે ચકચાર નો માહોલ ઉભો થવા પામ્યો હતો.