ખંભાળિયાના ભાતેલ ગામની યુવતીનું કૂવામાં પડતાં મોત; અકસ્માત કે આપઘાત?
મેવાસાના પ્રૌઢનો ભોગ લેતો હાર્ટએટેક: પોસીત્રામાં વીજકરંટથી ભેંસનું મોત
અકળ કારણોસર કુવામાં પડી જતા પરપ્રાંતીય યુવતીનું અપમૃત્યુ મધ્ય પ્રદેશ રાજ્યના રાયસીંગપુર ખાતેના મૂળ રહીશ અને હાલ ખંભાળિયા તાલુકાના ભાતેલ ગામે રહેતી રમાબેન સાધુસિંહ ડાયરા નામની 21 વર્ષની યુવતી કોઈ અગમ્ય કારણોસર ભાતેલ ગામે પાણીના કૂવામાં પડી જતા તેનું મૃત્યુ નિપજ્યું હોવાની જાણ મમતાબેન મુકેશભાઈ ચૌહાણ (ઉ.વ. 24, રહે. મૂળ રાયસીંગપુર) એ ખંભાળિયા પોલીસને કરી છે. જે અંગે પોલીસે અકસ્માત મૃત્યુ અંગેની નોંધ કરી, જરૂૂરી કાર્યવાહી કરી હતી.
હૃદયરોગનો જીવલેણ હુમલો
ભાણવડ તાબેના મેવાસા ગામે રહેતા પરબતભાઈ કરસનભાઈ જોગલ નામના 52 વર્ષના આહિર આધેડને તેમના ખેતરમાં કામ કરતી વખતે હૃદયરોગનો હુમલો આવી જતા તેમનું મૃત્યુ નિપજ્યું હોવાની જાણ મૃતકના પુત્ર ગોપાલભાઈ પરબતભાઈ જોગલ (ઉ.વ. 21) એ ભાણવડ પોલીસને કરી છે.
ભેંસનું મૃત્યુ
દ્વારકા તાલુકાના પોશીત્રા ગામે રહેતા જુસબભાઈ ઈશાકભાઈ ચાવડાની માલિકીની રૂૂપિયા 80 હજારની કિંમતની ભેંસને આ જ વિસ્તારમાં રહેતા ઈમરાન અબ્બાસ કુરેશી નામના શખ્સએ પોતાની વાડીના રાખવામાં આવેલા ઈલેક્ટ્રીક શોટમાં શોટ આપીને અથવા આગ સહિતના કારણે મૃત્યુ નીપજાવવા સબબ ઓખા મરીન પોલીસ મથકમાં જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધાયો છે.