ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ભાવનગરના પાદરગઢ ગામે વીજળી પડતાં યુવતીનું મોત

12:17 PM Aug 23, 2024 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement
Advertisement

ભાવનગર જિલ્લાના તળાજા પંથકમાં કાળયોગ શરૂ થયો હોય તેમ એક પછી એક એમ બે યુવતીઓના અપમૃત્યુ ના બનાવ અને ગોરખી ગામે બે મહિલા સહિત ત્રણ વ્યક્તિ પર હુમલાની ઘટનાએ ચકચાર જગાવી હતી.

મોત ગમેતે બહાને,ગમેત્યાં આવી શકેતેવું વધુ એક વખત પુરવાર કરતી ઘટના ની મળતી વિગતોમાં મૂળ ગુંદરણા ગામના વતની હાલ પાદરગઢ ગામે વાડીમા રહેતા વૈશાલીબેન નાથાભાઇ ઝીંઝુવાડિયા ઉ.વ.18 આજે બપોરબાદ વાડીમાંથી પસાર થતા હતા.એ સમયે વરસાદ ન હોવા છતાંય વીજળી થતા દોડીને વૃક્ષ નીચે જતા રહેતા વગર વરસાદએ તેમની પર વીજળી પડતા તળાજા રેફરલ હોસ્પિટલ ખાતે લાવતા ડોક્ટર એ મરણ ગયેલ જાહેર કરેલ.
બીજા અપમૃત્યુના બનાવમાં રાજપરા(તણસા) ગામે રહેતી યુવતી સંગીતાબેન કાળુંભાઈ ગોહિલ ઉ.વ.24 ઘરના ઝાંઝરૂૂ મા જતા આર્થીગ આવતા કરંટ લાગવાના કારણે મૃત્યુ પામેલ.તેઓ રત્ન કલાકાર તરીકે મજૂરીકામ કરતા હતા.તેમને પી.એમ માટે તળાજા લાવવામાં આવેલ. મારામારી નો બનાવ ગોરખી ગામે બન્યો હતો. જેમાં રૂૂડીબેન પરષોત્તમભાઈ બારૈયા, રેખાબેન રમેશભાઈ બારૈયા, રમેશ પરષોત્તમભાઈ બારૈયા ઉપર હુમલો કરતા ઇજાઓ સાથે અહીં સારવાર માટે લાવવામાં આવેલ. હુમલો રસ્તાપર ચાલવા બાબતે પાંચાભાઈ,રમેશભાઈ સહિતનાએ કરેલ હોવાનું ઇજાગ્રસ્ત એ જણાવ્યું હતુ.

Tags :
bhavnagarbhavnagar newsgujaratgujarat news
Advertisement
Advertisement