For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કેશોદના પીપળી ગામે પાણીની ટાંકીમાં પડી જતા બાળકીનું મોત

12:52 PM Feb 17, 2024 IST | Bhumika
કેશોદના પીપળી ગામે પાણીની ટાંકીમાં પડી જતા બાળકીનું મોત

કેશોદ નજીક આવેલાં પીપળી ગામે ખેતમજૂરી માટે આવેલા પરપ્રાંતીય શ્રમિક પરિવાર પર આજે આભ ફાટી પડયું હતું. કેશોદના પીપળી ગામે બનેલી કરુણ ઘટનામાં પાણીની ટાંકીમા પડી જતા બાળકીનુ મોત નીપજ્યું હતું. ખેતમજૂરી કરવા આવેલા પરપ્રાંતીય શ્રમિકની ફુલ જેવી બાળકી રમતા રમતા બે વર્ષની બાળકી પાણીની ટાંકીમાં પડી જતાં આકસ્મિક ઘટના બની હતી. આનુ રાકેશ ચૌહાણ નામની પર પ્રાંતીય બાળકીનુ ડુબી જતા મોત નીપજતા પરપ્રાંતીય શ્રમિક પરિવાર પર આભ ફાટ્યું હતું સમગ્ર પરિવાર શોકાતુર બની ગયો હતો. કેશોદ પંથકમા ખેતમજૂરી કરવા હજારોની સંખ્યામાં પરપ્રાંતીય શ્રમિકો આવે છે ત્યારે સમયાતંરે બનતી દુ:ખદ ઘટનાઓ થી સતર્કતા રાખવી જરૂરી બની ગઈ છે. કેશોદ પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement