નવાગામ ઘેડમાં યુવતીનો ઝેરી દવા પીને આપઘાત
જામનગરમાં નવાગામ ઘેડ વિસ્તારમાં સ્વામિનારાયણ નગર શેરી નંબર ત્રણ માં રહેતી અને મૂળ રાણાવાવ પંથકની નસીમ ઉર્ફે જીયાબેન હનીફશા રફાઈ નામની 22વર્ષની અપરણિત યુવતીએ ગઈકાલે પોતાના ઘેર રહસ્યમય સંજોગોમાં ઝેરી દવા પીલઇ આત્મા હત્યાનો પ્રયાસ કરતાં તેણીને બેશુદ્ધ અવસ્થામાં સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં ફરજ પરના તબીબે તેણીનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું.
આ બનાવ અંગે પાડોશમાં રહેતા ભાવિનભાઈ રોહિતભાઈએ પોલીસને જાણ કરતાં સીટી બી. ડિવિઝન નો પોલીસ કાફલો ઘટના સ્થળે તેમજ જીજી હોસ્પિટલમાં દોડી ગયો છે, અને પોલીસે આ બનાવ અંગે ઊંડાણપૂર્વકની તપાસ શરૂૂ કરી છે.
જામનગરમાં બાવાજી યુવાનનો અગમ્ય કારણોસર આપઘાત
જામનગરમાં શક્તિનગર સોસાયટી શેરી નંબર -5 માં રહેતા રવિવારથી ભગવાનભારથી ગોસ્વામી નામના 32 વર્ષના યુવાને ગઈકાલે પોતાના ઘેર કોઈ અગમ્ય કારણોસર પંખા ના હુકમાં સાડી બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવ અંગે ભગવાનભારથી લાલ ભારથી ગોસ્વામી એ પોલીસને જાણ કરતાં પોલીસે બનાવના સ્થળે પહોંચી જઈ મૃતદેહનો કબજો સંભાળ્યો છે, અને તેણે કયા સંજોગોમાં આત્મહત્યા કરી લીધી છે, એ જાણવા માટે ઊંડાણપૂર્વકની તપાસ શરૂૂ કરી છે.